Not Set/ જીતુ વાઘાણીએ પૂરત્રસ્ત ગામોની લીધી મુલાકાત, ગ્રામજનોને અનાજ કીટનુ કર્યુ વિતરણ

અમરેલી, અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના પૂર ત્રસ્ત ગ્રામ્ય વિસ્તારની ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન પૂર ત્રસ્ત ગ્રામજનોને અનાજની કીટનુ વિતરણ કર્યુ હતુ. જીતુ વાઘાણી સાથે પૂર્વ મંત્રી બાવકું ઊંધાડ,પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી,પૂર્વ મંત્રી વઘાસિયા સહિતના નેતાઓએ પૂરત્રસ્ત ગ્રામજનોની મુલાકાત લીધી હતી. વરસાદી પાણીથી તારાજી સર્જેલા વાઢેર ગામની મુલાકાત લીધી […]

Top Stories Gujarat Trending
ahmedabad 19 જીતુ વાઘાણીએ પૂરત્રસ્ત ગામોની લીધી મુલાકાત, ગ્રામજનોને અનાજ કીટનુ કર્યુ વિતરણ

અમરેલી,

અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના પૂર ત્રસ્ત ગ્રામ્ય વિસ્તારની ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન પૂર ત્રસ્ત ગ્રામજનોને અનાજની કીટનુ વિતરણ કર્યુ હતુ. જીતુ વાઘાણી સાથે પૂર્વ મંત્રી બાવકું ઊંધાડ,પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી,પૂર્વ મંત્રી વઘાસિયા સહિતના નેતાઓએ પૂરત્રસ્ત ગ્રામજનોની મુલાકાત લીધી હતી.

ahmedabad 20 જીતુ વાઘાણીએ પૂરત્રસ્ત ગામોની લીધી મુલાકાત, ગ્રામજનોને અનાજ કીટનુ કર્યુ વિતરણ

વરસાદી પાણીથી તારાજી સર્જેલા વાઢેર ગામની મુલાકાત લીધી હતી. નુકશાનીનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનિય છે કે અમરેલી જીલ્લામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા.

ahmedabad 21 જીતુ વાઘાણીએ પૂરત્રસ્ત ગામોની લીધી મુલાકાત, ગ્રામજનોને અનાજ કીટનુ કર્યુ વિતરણ

છેલ્લા આઠ દિવસથી અનરાધાર પચ્ચીસ ઇચ જેટલો વરસાદ ખાબક્યો છે. વઢેરા ગામે પડેલા સાંબેલાધાર વરસાદને કારણે આજે પણ આ ગામની શેરીઓ નદીમા ફેરવાઈ હોય તેવી દેખાય છે અને ઘરોમા સરોવરો છલકાયા છે.

ગામો સંપર્ક વિહોણા થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધરમાં અન્ન ખુટી જતા ખોરાક માટે વલખા મારવા પડ્યા.