નિમણૂક/ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડૉ.વલ્લભ કથીરિયા રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ

ભારત સરકારે રાજકોટના ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને કેન્દ્રમાં ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.

Top Stories Gujarat
12 7 કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડૉ.વલ્લભ કથીરિયા રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ
  • કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અનેરાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયા ને મળી મોટી જવાબદારી
  • રાજકોટમાં આકાર પામનારી નવી એમ્સના બન્યા પ્રમુખ.
  • આવતીકાલે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટર ની હાજરીમાં થશે સંભાળી શકે છે ચાર્જ
  • ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગ ના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગ ના પણ અધ્યક્ષ તરીકે આપી ચૂક્યા છે સેવા

 

ભારત સરકારે રાજકોટના ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને કેન્દ્રમાં ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે નિમણૂ કરી છે.રાજકોટમાં નવનિર્માણ થઇ રહેલી એમ્સના પ્રમુખ તરીકે મોદી સરકારે ડૉ.વલ્લભ કથીરિયાની  નિમણૂક કરી છે. તેઓ આવતીકાલે ડાયરેકટરોની હાજરીમાં ચાર્જ લઇ શકે છે. ડો. કથીરિયાને કેન્દ્ર સરકારે મોટી જવાબદારી સોંપી છે. આ પહેલા ડો. કથીરિયા ગૌસેવાના અધ્યક્ષ અને કામધેનુ આયોગના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

11 10 કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડૉ.વલ્લભ કથીરિયા રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ