રાજકોટ/ જેતપુરના ખેડૂત ભગવાન ભાઈનું અનોખું કાર્ય, અબોલા પક્ષીઓ માટે કર્યું એવું કે, જાણીને તમે પણ કહેશો

અબોલા પક્ષીઓને જોઈને વિચાર આવીયો કે, શિયાળો, ઉનાળો, ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા તો કરી લેશે.પરંતુ અબોલ પંખીનું શું થતું  હશે.

Gujarat Rajkot
અબોલા પક્ષીઓ
  • જેતપુરમાં પંખીઓને મળશે નવું ઘર
  • નવી સાંકળી ગામનાં ખેડૂતનો પંખી પ્રેમ
  • પંખી માટે બનાવ્યું અદભૂત માટલા ઘર
  • પંખી ઘર માટે 2500 માટલાનો કરાયો ઉપયોગ

હાલ મોંઘવારીમાં લોકોને પરબ માટે બે પાણીનાં માટલા મુકવાના હોય તોય પણ વિચાર કરે છે. ત્યારે જેતપુરમાં નવી સાંકળી ગામના ખેડૂત ખેતરમાં બેઠા હતા.ત્યારે અબોલા પક્ષીઓ ને જોઈને વિચાર આવીયો કે, શિયાળો, ઉનાળો, ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા તો કરી લેશે.પરંતુ અબોલ પંખીનું શું થતું  હશે.બસ આ જ વિચાર આવતા બનાવ્યું, એક અદભૂત પંક્ષી ઘર.

આ પણ વાંચો :પોરબંદરમાં ઓમિક્રોન વોરિયન્ટની એન્ટ્રી, નાયરોબિથી આવેલ વૃદ્ધ પોઝિટીવ

આ છે જેતપુરનાં ખેડૂત ભગવાનજી ભાઈ.જેમણે અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર આવતા માટલા ઘર બનાવ્યું.પોતાની કોઠાસુજ મુજબ આકર્ષક ડિઝાઇન બનાવી.જેમાં 2500 પાકા માટલા મુક્યા, માટલા પણ પાકા જે ક્યારેય તૂટે નહીં તેવા માટલાનો ઉપયોગ કર્યો છે.એટલુ જ નહી ચોમાસા દરમિયાન વીજળીથી બચવા ખાસ વીજ તાર બનાવેલા છે.જેથી અંદર બેસેલા પક્ષીને નુકસાન થાય નહીં.. કોઈ પણ વ્યક્તિ પાસે એક રૂપિયો ઉધાર લીધા વગર 20 લાખ રૂપિયામાં તૈયાર કર્યું આ અદ્ભૂત માટલા ઘર..

આ પણ વાંચો :ભાજપના નેતાઓની ઘોર બેદરકારી, સીએમના કાર્યક્રમમાં હાજર રહેલા ડે. મેયર કોરોના પોઝિટિવ

એક વર્ષની અથાગ મહેનત બાદ જાણે કે મહેનત સફળ થઈ હોઈ તેમ અદભુત 2500 માટલાનું પક્ષી ઘર તૈયાર થયું છે.માટલા ઘરની અંદર પંખી માટે અમરનાથ ગુફા પણ બનાવી છે.જ્યાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવશે.આ મંદિર ફક્ત પંખી માટેજ બનાવવામાં આવેલ છે. ભગવાન ભાઈએ પંખીને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવીયા છે આ બધું બનાવવામા તેમણે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરીયો છે.

ભગવાજી ભાઈનું રહેવુ છે કે, અન્ય લોકો પણ આ અબોલ પંખી માટે ગામે ગામે કઈક રહેવાની વ્યવસ્થા કરે તે જરૂરી છે.ત્યારે લોકો પણ તેમની આ સેવાભાવી પ્રવૃતિને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો :અમદાવાદીઓ સાવધાન! શહેરમાં વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મુકાયા

આ પણ વાંચો :અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો,શું બનશે ત્રીજી લહેર નો ખતરો…

આ પણ વાંચો :શહેરની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થઇ