Not Set/ નવા વર્ષથી Ola, Uber અને ઓટોની સવારી તમારી પોકેટને પડશે ભારે

વર્ષ 2022 ની શરૂઆત સાથે, કન્ઝ્યુમર ગુડ્સ પરનાં ટેક્સનાં દરો અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચુકવણીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

Tech & Auto
ઓલા-ઉબર અને રિક્ષા

વર્ષ 2022 ની શરૂઆત સાથે, કન્ઝ્યુમર ગુડ્સ પરનાં ટેક્સનાં દરો અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચુકવણીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ઈ-કોમર્સ વેબસાઈટની મુલાકાત લેવાથી માંડીને ઉપભોક્તા ચીજવસ્તુઓ જેમ કે ફૂટવેર, કપડા પર ટેક્સનો બોજ વધતા તે મોંઘુ બનશે. આ સાથે GST ની અસર પરિવહનનાં માધ્યમો પર પણ જોવા મળશે.

ઓલા-ઉબર અને રિક્ષા

આ પણ વાંચો – Technology / શું તમે તમારા WhatsApp ને ગોલ્ડ આઇકોનમાં બદલવા માંગો છો? તો Follow કરો આ Steps

જ્યાં નવું વર્ષ કેટલાક લોકો માટે સારી સુવિધા લઈને આવ્યું છે. વળી, કેટલાક લોકો માટે, એક મોટી સમસ્યા આવી રહી છે. હા, એવું છે કે પહેલા લોકો માત્ર પેટ્રોલ, ડીઝલનાં ભાવથી નાખુશ રહેતા હતા. પરંતુ, હવે વધુ એક વાત સામે આવી છે જે લોકોની મુશ્કેલીઓમાં વધારો કરે છે. આપને જણાવી દઈએ કે, નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી લોકોને આંચકો લાગશે કારણ કે ઘણી વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ (ola uber રેટ) વધવા જઈ રહ્યો છે. અત્યાર સુધી કેટલીક વસ્તુઓ આ દાયરાની બહાર રાખવામાં આવી હતી. પરંતુ, હવે તેઓને પણ કરપાત્ર બનાવવામાં આવી રહ્યા છે. આ ખરાબ સમાચાર Ola, Uber યુઝર્સ માટે છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2021માં તેની છેલ્લી બેઠકમાં GST કાઉન્સિલે ટેક્સને લઈને ઘણા નિર્ણયો લીધા છે. ઉદાહરણ તરીકે, 1000 રૂપિયાથી ઓછી કિંમતનાં રેડીમેડ ગારમેન્ટ્સ અને શૂઝ પર GSTનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. બીજી તરફ, ઓનલાઈન ફૂડ ઓર્ડર પર હવે રેસ્ટોરન્ટને બદલે ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે. આ સિવાય હવે એપ આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડરનાં માધ્યમથી બુક કરાયેલા ઓટો (ઓલા ઉબેર અપડેટ)નાં ભાડા પર GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

11 2021 12 28T123307.910 નવા વર્ષથી Ola, Uber અને ઓટોની સવારી તમારી પોકેટને પડશે ભારે

આ પણ વાંચો – 83 અમૂલ ડૂડલ / અમૂલ એ રણવીર સિંહની ફિલ્મ 83ને સમર્પિત કર્યું ડૂડલ, ફોટો જોઈને ચાહકો પણ થશે ખુશ

તે ખુશીની વાત છે કે, GST કાઉન્સિલનાં આ નિર્ણયથી ઑફલાઇન ઑટો પર કોઈ અસર નહીં થાય. હાલમાં તે GSTનાં દાયરાની બહાર છે. જણાવી દઇએ કે, સરકાર એપથી ઓટો બુક કરાવનારા મુસાફરોને પ્રીમિયમ શ્રેણીમાં રાખે છે. તેથી હવે એપ આધારિત કેબની સાથે એપ આધારિત ઓટોને પણ GSTનાં દાયરામાં લાવવામાં આવી રહી છે.