Heart Attack/ ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ બેના મોત, 19 વર્ષના BSF જવાનનું થયું નિધન

બનાસકાંઠાના દિયોદરના મકડાલાના 19 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. 19 વર્ષીય BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન થયું છે.

Gujarat Others
હાર્ટ એટેક

Heart Attack News: હાર્ટ એટેક ગુજરાતમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે.

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જેરામભાઈ ચકુભાઈ સોલંકી નામના 45 વર્ષના દેવીપુજક જ્ઞાતિના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, તેથી તેને સારવાર માટે જમજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

તો બીજી ઘટના બનાસકાંઠાના દિયોદરના મકડાલાના 19 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. 19 વર્ષીય BSF જવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. BSF જવાન રાહુલ ચૌધરી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલા ગામ આવ્યા હતા. તે પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવતા ફરજ પર જઈ રહ્યા હતા અને તેના માટે અમદાવાદમાં તેમના ભાઈના ઘરે રોકાયા હતા. જ્યાં હાર્ટ અટેક આવતા દુઃખદ અવસાન થયું હતું.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ બેના મોત, 19 વર્ષના BSF જવાનનું થયું નિધન


આ પણ વાંચો:પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો:દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો

આ પણ વાંચો:આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત

આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ