Not Set/ વડાપ્રધાનની જીત માટે સુરતની મહિલાઓ ધ્વારા108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

સુરત, લોકસભાની ચૂંટણી માં ભાજપ નો ભવ્ય વિજય થાય અને નરેન્દ્ર મોદી ફરી થી વડાપ્રધાન બને તે માટે સુરત ની મહિલાઓ ભગવાન ના શરણે પહોંચી છે. દેવો ના ન્યાયાધીશ એવા શનિદેવ નો યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી કે મોદી ને બહુમતી મળે અને ફરી વધાપ્રધાન બને. સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરનાવરાછા […]

Gujarat Surat
૧૦૮ કુંડી મહાયજ્ઞ વડાપ્રધાનની જીત માટે સુરતની મહિલાઓ ધ્વારા108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

સુરત,

લોકસભાની ચૂંટણી માં ભાજપ નો ભવ્ય વિજય થાય અને નરેન્દ્ર મોદી ફરી થી વડાપ્રધાન બને તે માટે સુરત ની મહિલાઓ ભગવાન ના શરણે પહોંચી છે. દેવો ના ન્યાયાધીશ એવા શનિદેવ નો યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી કે મોદી ને બહુમતી મળે અને ફરી વધાપ્રધાન બને.

સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરનાવરાછા વિસ્તારમાં આવેલા સિદ્ધકુટિર આશ્રમમાં નદી કિનારે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યપુત્ર અને દેવો ના ન્યાયાધીશ શનિદેવ ની 108 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. 500 કરતા પણ વધુ મહિલાઓ આ યજ્ઞ માં ભાગ લીધો હતો. આ યજ્ઞ નું આયોજન વિશ્વ શાંતિ ની સાથે સાથે લોકસભા ની ચૂંટણી માં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાનપદે બિરાજમાન થાય એ હેતુ થી કરવામાં આવ્યું હતું.. શનિદેવ ની કૃપા મેળવી આ મહિલાઓ માતા તાપી ના તટે યજ્ઞ કરી રહી છે.

સુરત શહેર માં કાર્યરત નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા આયોજિત યજ્ઞ માં શનિ હનુમાન આશ્રમ ના ગુરુજી વિજયાનંદજી મહારાજ અને મોરી સંખ્યા માં ભક્તો હાજર રહ્યા હતા. અહીં ઉપસ્થિત મહિલાઓએ પણ ખરા હૃદય થી શનિદેવ ની આરાધના કરી હતી..

નરેન્દ્ર મોદી ને ફરી થી દેશ ના વડાપ્રધાન બનાવવા માટે ભાજપના કાર્યકરો તો પ્રયત્નો કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે હવે ભગવાન ના આશીર્વાદ લેવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.