Not Set/ લોકસભા ચુંટણી 2019: શત્રુઘ્ન સિન્હાનું ભાજપથી થયું પત્તું કટ,કોંગ્રેસમાં થશે સામેલ?

પટના, 2019 ની લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ એવી ચર્ચા છવાયેલી હરી કે આ વખતે ભાજપ બિહારમાં શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપશે નહીં. શનિવારે પાર્ટીએ ટિકિટની જાહેરાત કરી અને આ અટકળો સત્ય સાબિત થઈ. પાર્ટીએ શત્રુઘ્નને સંપૂર્ણપણે કિનારે કરી લીધા છે અને તેમની જગ્યાએ પટના સાહિબ બેઠક પર કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને સ્થાન આપવામાં આવ્યું છે. આવામાં […]

India Trending Politics
arm 4 લોકસભા ચુંટણી 2019: શત્રુઘ્ન સિન્હાનું ભાજપથી થયું પત્તું કટ,કોંગ્રેસમાં થશે સામેલ?

પટના,

2019 ની લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ એવી ચર્ચા છવાયેલી હરી કે આ વખતે ભાજપ બિહારમાં શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપશે નહીં. શનિવારે પાર્ટીએ ટિકિટની જાહેરાત કરી અને આ અટકળો સત્ય સાબિત થઈ. પાર્ટીએ શત્રુઘ્નને સંપૂર્ણપણે કિનારે કરી લીધા છે અને તેમની જગ્યાએ પટના સાહિબ બેઠક પર કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને સ્થાન આપવામાં આવ્યું છે. આવામાં એ જોવાનું રસપદ  હશે કા શત્રુઘ્ન સિન્હા હવે પછી ક્યાં પગલા લેશે. કારણ કે રાજકીય કોરિડોરમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે સિન્હા ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ પકડી શકે છે.

આપને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હા સતત ભાજપ સામે પ્રહારો કરી રહ્યા છે. સોશિઅલ મીડિયા દ્વારા તે સતત ભાજપની નીતિઓ અને વરિષ્ઠ પક્ષના નેતાઓ પર પ્રહારો કરી રહ્યા છે. હોળીની પહેલા પણ તેમણે નરેન્દ્ર મોદીની ‘ચોકીદાર’ વાળા મામલે ટીકા કરી હતી. આ જોતા જ પહેલેથી જ એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વખતે શત્રુઘ્ન ભાજપની ટીકીટ પર સંસદ સુધી પહોંચી શકશે નહીં.

સિન્હા ક્યારે પણ જઈ શકે છે કોંગ્રેસમાં..

બીજી તરફ સિન્હાના એક નજીકના સાથીએ પણ શુક્રવારે સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “એવું નક્કી કરવામાં આવ્યું છે કે સિન્હા 24 કે 25 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાઈ જશે. ” આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આ એટલા માટે છે કે તે રાષ્ટ્રીય રાજકારણમાં શત્રુઘ્ન સિન્હાને તક મળશે