Not Set/ રાજ્યસભામાં CAB થશે રજૂ, આ ગણિત સાથે સરકાર કરાવી શકે છે બિલ પાસ

નાગરિકતા સુધારણા બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, બિલની વિરુદ્ધમાં દિલ્હીથી આસામ સુધી હંગામો થઇ રહ્યો છે. કોંગ્રેસે આજે બિલ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. વળી ઉત્તરપૂર્વમાં બિલનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જીવન અટકી ગયું છે. આપને જણાવી દઈએ કે, લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર કર્યા પછી, રાજ્યસભામાં નાગરિકતા સુધારણા […]

Top Stories India
Citizenship Amendment Bill PTI 750 compressed રાજ્યસભામાં CAB થશે રજૂ, આ ગણિત સાથે સરકાર કરાવી શકે છે બિલ પાસ

નાગરિકતા સુધારણા બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, બિલની વિરુદ્ધમાં દિલ્હીથી આસામ સુધી હંગામો થઇ રહ્યો છે. કોંગ્રેસે આજે બિલ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. વળી ઉત્તરપૂર્વમાં બિલનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જીવન અટકી ગયું છે.

આપને જણાવી દઈએ કે, લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર કર્યા પછી, રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવા જઈ રહ્યું છે, બિલ પર ચર્ચા બપોરે 2 વાગ્યે શરૂ થશે, ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મંગળવારે બપોરનાં 2 વાગ્યાથી ઇન્ટરનેટ સેવાઓ 48 કલાકો માટે બંધ કરી દેવામાં આવી છે, જેથી ત્રિપુરામાં તોફાની તત્વો દ્વારા અફવાઓ ફેલાવવામાં ન આવે. અરૂણાચલ પ્રદેશમાં ઓલ અરુણાચલ પ્રદેશ વિદ્યાર્થી સંઘ (એપીએસયુ) દ્વારા બંધ બોલાવાયા બાદ ગઈકાલે શૈક્ષણિક સંસ્થાઓ, બેંકો, વ્યવસાયિક મથકો, બજારો બંધ રહ્યા હતા.

રાજ્યસભાનું ગણિત શું છે?

240 સભ્યો ધરાવતા રાજ્યસભામાં, બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 121 મતોની આવશ્યકતા છે.

બીજેપીની પાસે 84 સાંસદ છે. આ ઉપરાંત એઆઈએડીએમકેના 11, જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના 6, અકાલી દળનાં 3 અને નામાંકિત સભ્યો તેના પક્ષમાં રહેશે.

વાયએસઆર કોંગ્રેસ (2 સાંસદ) અને બીજૂ જનતા દળ (7 સાંસદ) લોકસભાની જેમ રાજ્યસભામાં પણ આ બિલને ટેકો આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.