illegal immigration/ ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના કેસમાં 14 એજન્ટો સામે માનવ તસ્કરીનો ગુનો દાખલ

અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાના કબૂતરબાજીના મસમોટા કેસમાં સીઆડી ક્રાઈમે 14 ટ્રાવેલ એજન્ટો સામે માનવ તસ્કરીનો ગુનો નોંધ્યો છે.

India
કબૂતરબાજી

અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાના કબૂતરબાજીના મસમોટા કેસમાં સીઆડી ક્રાઈમે 14 ટ્રાવેલ એજન્ટો સામે માનવ તસ્કરીનો ગુનો નોંધ્યો છે. ગેરકાયદે પ્રવાસીઓને લઈને જઈ રહેલી ફ્લાઈટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 300 જેટલા પ્રવાસી હતા. જેમાં 260 ભારતીય તથા 96 પ્રવાસી ગુજરાતી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે 66થી વધુ પ્રવાસીઓની પુછપરછ કરી હતી. પોલીસ આ 14 આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડશે.

સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનનું કહેવું છે કે સાઆઈડી દ્વારા 10 જાન્યુઆરીના રોજ 14 આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 370, 201 અને 120(બી) હેઠળ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ત્રણ આરોપી દિલ્હીના અને બાકીના ગુજરાતના રહેવાસી છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. પરંતુ ટૂંક સમયમાં તેમની વિરૂધ્ધ લુક આઉટ નોટીશ ઈશ્યુ કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું કે પોલીસે 66 થી વધુ પ્રવાસીઓની પુછપરછ કરી હતી. આરોપી એજન્ટોએ નિકારાગુઆ પહોચ્યા બાદ ગુજરાતના પ્રવાસીઓને 60 લાખથી 80 લાખ રૂપિયામાં ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવામાં મદદ કરવાનો દાવો કર્યો હતો. ફ્રાંસમાં અટકાવાયેલા પ્લેન પહેલા પણ તેમણે અમેરિકા, મેક્સિકો, નિકારાગુઆ, દુબઈ અને દિલ્હીમાં રહેતા મુખ્ય એજન્ટો સાથે મળીને આ એજન્ટોએ ડિસેમ્બરમાં ત્રણ વખતમાં અનેક લોકોને નિકારાગુઆ મોકલ્યા હતા. પોલીસે પ્રવાસીઓ અને ચ્રાવેલ એજન્ટો વચ્ચે થયેલા વોટ્સએપ કોલ અને ચેટનું વિવરણ એકઠુ કર્યું છે. જેને પગલે સ્પષ્ટ થાય છે કે આ માનવ તસ્કરીનો મામલો છે.

પાંડિયને વધુમાં કહ્યું હતું કે માનવ તસ્કરીની ઘટના દિલ્હી કેન્દ્રીત છે અને તેમાંથી મોટાભાગના પંજાબના છે. જેમાં તેમનો મુખ્ય એજન્ટ પણ સામેલ છે. પ્રત્યેક ઉડાન વખતે વિમાનમાં 300 પ્રવાસીઓની આવશ્યકતા હોય છે. તેમના બુકીંગ પુરા થયા બાદ પોતાના ખાલી સ્લોટ ભરવા માટે તેઓ ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરે છે. કેટલા યાત્રીઓ જવા માટે તૈયાર છે એમ પુછીને તેના આધારે પ્રવાસીઓના પાસપોર્ટની વિગતો દિલ્હીના એજન્ટોને મોકલે છે. બાદમાં તેઓ તેઓ તેમને લેખિત વિઝાની સુવિધા પુરી પાડે છે. એક વાર વિઝા તૈયાર થઈ ગયા બાદ પ્રવાસીઓને દિલ્હી કે લખનૌ મોકલવામાં આવે છે. જ્યાંત તેમને દુબઈ મોકલવામાં આવે છે. ત્યાંથી દુબઈ અને દુબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં નિકારાગુઆ મોકલવામાં આવે છે.

બીજીતરફ આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે ફ્રાન્સથી ડિપોર્ટ કરાયેલા પ્રવાસીઓની વિગતો મેળવી હતી. પોલીસે મુંબઈ એફઆરઆરઓ પાસેથી ઈમેલ દ્વારા આ અંગેની માહિતી મેળવી હતી. તે સિવાય પોલીસે કુલ 66 જણાના નિવેદનો પણ નોંધ્યા હતા. સીઆઈડી ક્રાઈમની તપાસમાં વલસાડ, દિલ્હી, મુંબઈ મહેસાણા તથા કલોલના 14 એજન્ટો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે તમામ એજન્ટો સામે ગુનો નોંધ્યો હતો. મોટાભાગના મુસાફરો પાસેથી 21.12.2023ની લીજેન્ડ એરવેઝની ચાર્ટર્ડ પ્લેનની દુબઈ નિકારાગુઆની એર ટિકીટ મળી હતી.

આ એજન્ટોમાં જોગીન્દ્ર ઉર્ફે જગી પાજી (દિલ્હી), જોગીન્દ્ર માનસરામ (દિલ્હી), સલીમ દુબઈ, સેમ પાજી, ચંદ્રેશ પટેલ (મહેસાણા), કિરણ પટેલ (મહેસાણા), ભાર્ગવ દરજી (ગાંધીનગર), સંદિપ પટેલ (મહેસાણા), રાજુ પંચાલ (મુંબઈ), પિયુષ બારોટ (ગાંધીનગર) અપ્રિત સિંગ ઝાલા(ગાંધીનગર), રાજા ભાઈ (મુંબઈ), બિરેન પચેલ (ગાંદીનગર તથા જયેશ પટેલનો સમાવેશ થાય છે.

આ એજન્ટો વિરૃધ્ધ વોટ્સએપ ચેટ, નાણાકીય ટ્રાન્ઝેક્શન,તથા અન્ય દસ્તાવેજો સહિતના પુરાવા ઉપરાંત ગેરકાયદે અમેરિકા જતા પકડાયેલા લોકોના નિવેદનો પુરાવા તરીકે લેવામાં આવ્યા છે.

આરોપી ટ્રાવેલ એજન્ટો યાત્રીઓને પકડાઈ જવાય તો શુ કરવું તે માટે સ્ક્રિપ્ટ આપવામાં આવે છે. આરોપીઓએ છ મહિના પહેલા અમુક મુસાફરોનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમને અમેરિકામાં ગેરકાયદે પહોંચાડવા તથા અમેરિકામાં ભારતીયોના ધંધાના સ્થળે નોકરી કે મજુરી અપાવવાની લોભામણી લાલચ આપી હતી. મુસાફરોને મેક્સિકોથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી જો પકડાઈ જાય તો પંજાબી હોય તો ખાલીસ્તાની કહેવા સંદર્ભની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. તે સિવાય ગુજરાતીઓને પણ પકડાય તો શું કરવું તે પણ શીખવાડ્યું હતું. તેમને સાપ્રદાયિક અને ધાર્મિક પ્રોફાઈલને આધારે અલગ અલગ વાર્તાઓ બતાવવા માટે જણાવવામાં આવે છે. જો સરહદ પર નિયંત્રણ કરનારાને વિશ્વાસ આવી જાય તો તેમને રહેવા દેવામાં આવે છે નહીતર પરત મોકલી દેવાય છે.

માનવ તસ્કરીની શંકાને પગલે 303 ભારતીયોને લઈને જતી એ-340 ફ્લાઈટને ફ્રાંસમાં અટકાવી દેવાઈ હતી. ફ્લાઈટ નિકારાગુઆ તરફ જઈ રહી હતી. પરંત પ્રાંસના વેટ્રી એરપોર્ટ પર આ ફ્લાઈટને અટકાવાવી દેવાઈ હતી આ ફ્લાઈટ દુબઈથી નિકારાગુઆ જઈ રહી હતી.
આરોપીઓને પકડવા માટે સીઆઈડીને વિદેશી કાનૂન પ્રવર્તન એજન્સીઓની મદદ મળે છે કે કેમ એમ પુછવામાં આવતા પાંડીયને કહ્યું હતું કે સબીઆ તમામ આંતરરાષ્ટ્રીય ઉદ્શ્યો માટે નોડલ એજન્સી છે. અમે સીબીઆઈના સંપર્કમાં છીએ અને તેમની મદદ લેશું. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 370, 201 અને 120(બી)હેઠલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bangalore/મહિલા સીઈઓએ પોલીસને બતાવ્યું કેવી રીતે દિકરાની લાશ સુટકેશમાં રાખી

આ પણ વાંચો:આપઘાત/પ્રેમીએ મંદિરમાં જાહેરમાં અપમાન કરતા યુવતીએ ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:ડ્રાય ડે/છત્તીસગઢ, આસામ અને ઉત્તરાખંડ સરકારનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસને લઈને મોટો નિર્ણય, 22 જાન્યુઆરી દિવસને ‘ડ્રાય ડે’ જાહેર કર્યો