Not Set/ કર્ણાટક ક્રાઇસીસ:  મોડી રાતે લેવાઇ શકે છે વિશ્વાસ મત,વજુભાઇ વાળાએ દિવસના અંત સુધીમાં મત લેવા નિર્દેશો કર્યા

બેંગ્લુર, કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારની વિશ્વાસના મત વિશે ચર્ચા ચાલી રહી છે.એવું માનવામાં આવે છે કે મોડી રાત સુધીમાં ગૃહમાં વિશ્વાસનો મત લેવાશે અને કુમારસ્વામી સરકારનું ભાવિ નક્કી થઇ જશે.આ દરમિયાન કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૃહના સ્પીકરને જણાવ્યું હતું કે તેઓ દિવસના અંત સુધીમાં વિશ્વાસનો મત લેવડાવે.ભાજપના કેટલાંક નેતાઓ રાજ્યપાલને મળીને વિશ્વાસનો મત જલ્દી લેવડાવવા […]

Top Stories India
mahi 11 કર્ણાટક ક્રાઇસીસ:  મોડી રાતે લેવાઇ શકે છે વિશ્વાસ મત,વજુભાઇ વાળાએ દિવસના અંત સુધીમાં મત લેવા નિર્દેશો કર્યા

બેંગ્લુર,

કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારની વિશ્વાસના મત વિશે ચર્ચા ચાલી રહી છે.એવું માનવામાં આવે છે કે મોડી રાત સુધીમાં ગૃહમાં વિશ્વાસનો મત લેવાશે અને કુમારસ્વામી સરકારનું ભાવિ નક્કી થઇ જશે.આ દરમિયાન કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૃહના સ્પીકરને જણાવ્યું હતું કે તેઓ દિવસના અંત સુધીમાં વિશ્વાસનો મત લેવડાવે.ભાજપના કેટલાંક નેતાઓ રાજ્યપાલને મળીને વિશ્વાસનો મત જલ્દી લેવડાવવા માંગણી કરી હતી.

કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ 6 જુલાઇએ રાજીનામુ આપ્યા પછી કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર અલ્પમતમાં આવી ગઇ હતી.

જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમને મુંબઇની હોટલમાં રાખવામાં આવ્યા છે.ગૃહમાં વિશ્વાસના મતની ચર્ચા સમયે 19 ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતા.

કર્ણાટક વિધાનસભામાં આ સમયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસ તરફથી જ્યારે સિદ્ધારમૈયા બોલી રહ્યા હતા ત્યારે બીજેપી ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન શિવકુમારે ઉભા થઈને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કરતા 10 મિનિટ મુલતવી રાખવામાં આવ્યું હતું.

વિશ્વાસ મત પર ચર્ચા કરતાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, આજે માત્ર મારી સરકાર ઉપર જ સંકટ નથી પરંતુ સ્પીકર પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં મારા કાર્યકાળમાં જનતા માટે કામ કર્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે, વિપક્ષને સરકાર પાડવાની ખૂબ ઉતાવળ છે. બીજેપીને આટલી ઉતાવળ કેમ છે?

ભાજપ નેતા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ ગૃહમાં વિશ્વાસ મત પર ચર્ચા માટે સમય નક્કી કરવાની માગ કરી. સાથે જે તેઓએ કહ્યું કે, અમે 101 ટકા આશ્વત છીએ કે, તે 100થી ઓછા છે અને અમે 105 છીએ. તેમાં કોઈ શંકા નથી કે, તેમની હાર થશે.

કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સભ્યો છે. સદનમાં 224 નિર્વાચિત સભ્યો છે, પણ જરૂર પડ્યે એક મનોનીત સભ્ય વોટ નાખી શકે છે. જો 15 ધારાસભ્યો વોટિંગમાં ગેરહાજર રહે છે તો કુલ સંખ્યા 210 થઈ જશે. તેવામાં બહુમત માટે 106ના જાદૂઈ આંકડાની જરૂર પડશે. બીજેપી પાસે 105 ધારાસભ્યો છે. એટલે કે કુમારસ્વામીની સરકાર પાડવા માટે ફક્ત એક ધારાસભ્યની જરૂર છે.