ગુજરાત SOG દ્વારા નકલી નોટનો કાળો કારોબાર ઉજાગર કરવામા આવતા, દેશ અને ગુજરાતમાં નકલી નોટનાં રાષ્ટ્ર વિરોધી ગોરખ ઘંઘાનો પર્દાફાશ કર્યો છે. 100, 200 અને 500ના દરની કુલ 3132 નોટ ઝડપી પોલીસ દ્વારા ઝડપીને મોટી સફળતા તો હાંસલ કરવામાં આવી જ છે, પંરતુ SOG દ્વારા ઝપ્ત કરવામાં આવેલી કુલ 3 લખા 69 હજાર 700ની નોટો સાથે પોલીસે ચારેય શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા મોટા ખુલાસા સામે આવ્યા છે.
પંચમહાલનાં ગોધરાનાં હારેડા પાસેથી પોલીસે નકલી ચલણી નોટો મામલે અનેક ખુલાસા સામે આવ્યા. નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા શખ્સોએ 45 ટકાના કમિશનથી નોટો વટાવવા લાવ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે. આ મામલામાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ થઈ ચુકી છે, જ્યારે અન્ય એક અજીત નામના આરોપીની ધરપકડ બાકી છે. આરોપીઓ પાસેથી 369700ની અલગ અલગ દરની નકલી નોટો પોલીસે ઝડપી પાડવાની સાથે એક કાર પણ કબ્જે કરી છે.
આપને જણાવી દઇએ કે આ તપાસમાં નકલી નોટ 45 % નાં કમિશનથી વટાવવામાં આવી રહી હોવાની હકીકતો સામે આવી છે. તે આ કાળા કારોબારી દેશ અને પ્રાંતનાં પછાત અને મોટેભાગે આદિવાસી વિસ્તારોમાં નોટો વટાવવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ગોધરા પોલીસનાં ઉચ્ચ અધિકારી દ્વારા આપવામા આવેલી માહિતી પ્રમાણે આ કારોબારનાં તમામ લોકો પછાત વિસ્તારને પોતાનો ટાર્ગેટ બનવી રહ્યા છે. પછાત અને ઓછા અભ્યાસનાં કારણે આવા નેટવર્કમાં લોકોને ફસાવવા આસાન રહેતા હોવાથી આ કામ માટે આવી વિસ્તારો પસંદ કરવામા આવી રહ્યાની હકીકતો સામે આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.