સજા/ બોલીવુડ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલભાઇ ધનરાજભાઇ જેઠાણી સાથે નાણાકીય લેતીદેતીના સંબંધો હોવાથી આર્થિક વ્યવહાર કર્યા હતા.

Top Stories Entertainment
7 બોલીવુડ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

  • બોલીવુડ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને સજા
  • રાજકોટ કોર્ટે ફટકારી એક વર્ષની સજા
  • ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી ફટકારી સજા
  • અનિલ ધનરાજ જેઠાણીએ કર્યો હતો ચેક રિટર્નનો કેસ
  • રાજકોટ કોર્ટમાં 2016માં નોંધાવી હતી ફરિયાદ
  • રાજકુમાર સંતોષીએ આપેલ ચેક થયો હતો રિટર્ન
  • ચેક રિટર્ન મુદ્દે બિલ્ડરે નોંધાવ્યો હતો કેસ

જાણીતા નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં  કોર્ટે એક વર્ષની સજાની સુનાવણી કરી છે, દિગ્દર્શક રાજકુમાર સંતોષીને રાજકોટની અદાલતે ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે. ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામે રાજકોટના પાંચમા એડિ. સિનિયર સિવિલ જજ એન.એચ.વસવેલિયાની કોર્ટમાં ગુરુવારે કેસ ચાલી જતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. અને જો વળતરની રકમ નિયત સમયમાં ન ચૂકવે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે.

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલભાઇ ધનરાજભાઇ જેઠાણી સાથે નાણાકીય લેતીદેતીના સંબંધો હોવાથી આર્થિક વ્યવહાર કર્યા હતા. તે પૈકી રાજકુમાર સંતોષીએ આપેલો રૂ.5 લાખનો ચેક બેંકમાંથી વસૂલાયા વગર પરત ફર્યો હતો. જેથી અનિલભાઇ જેઠાણીએ તેમના એડવોકેટ પી.એચ.કોટેચા મારફત નોટિસ પાઠવી હતી. તેમ છતાં રકમ ચૂકવવાની દરકાર નહિ કરતા અંતે રાજકોટ કોર્ટમાં 2016માં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.

રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલ જેઠાણી વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંતે ગુરુવારે આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી પક્ષે રોકાયેલા એડવોકેટે તેમના અસીલ સામે કોઇ પણ જાતનો ગુનો નથી, તેઓ જવાબદાર વ્યક્તિ છે, હાલ તેઓ વૃદ્ધાવસ્થામાં હોય તેમને ઓછામાં ઓછી સજા કરવા રજૂઆત કરી હતી.​​​​​​​ બીજી તરફ ફરિયાદપક્ષે વિવિધ અદાલતોના ચુકાદાઓને ટાંકી આરોપીને કાયદાની જોગવાઇ મુજબ સજા થવી જરૂરી હોવાની રજૂઆત કરી હતી. બાદમાં અદાલતે ફરિયાદપક્ષની રજૂઆતને ધ્યાને લઇ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને સજા ફટકારતો હુકમ કર્યો છે.