Bangalore/ મહિલા સીઈઓએ પોલીસને બતાવ્યું કેવી રીતે દિકરાની લાશ સુટકેશમાં રાખી

બેંગ્લોરની મહિલા સીઈઓએ પોતાના ચાર વર્ષના દીકરાની હત્યા સાથે સંકળાયેલી કેટલીક વાતો પોલીસને જણાવી હતી. ગોવાની હોટેલના રૂમમાં તેનો દિકરો ક્યાં સુતો હતો, સુટકેશ ક્યાં રાખી હતી

India
બેંગ્લોર મહિલા સીઈઓ

બેંગ્લોરની મહિલા સીઈઓએ પોતાના ચાર વર્ષના દીકરાની હત્યા સાથે સંકળાયેલી કેટલીક વાતો પોલીસને જણાવી હતી. ગોવાની હોટેલના રૂમમાં તેનો દિકરો ક્યાં સુતો હતો, સુટકેશ ક્યાં રાખી હતી અને પોતાના દિકરાની લાશ સુટકેશમાં કેવી રીતે રાખી તે સમગ્ર બાબત તેણે પોલીસને જણાવી હતી.

ગોવા પોલીસના જણાવ્યા મુજબ સુચના શેઠના નિવેદનને આધારે 12 જાન્યુઆરીના રોજ દોઢ કલાક સુધી ક્રાઈમ સીનનું રિકન્સટ્ર્કશન કરવામાં આવ્યું હતું. પોલીસ સુચનાને તે તેના દિકરા સાથે હોટેલના જે રૂમમાં રોકાઈ હતી ત્યાં લઈ ગઈ હતી.

તે સમયે પોલીસને જણાવ્યું હતું કે દિકરાના મોત બાદ તેણે કેવી રીતે ચાકૂથી પોતાના કાંડા પર વાર કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સુચનાએ બેંગ્લોરથી ગોવાની વન સાઈડ ટિકીટ બુક કરાવી હતી. કદાચ તેનો ઈરાદો સડક માર્ગે જ પરત ફરવાનો હતો.

બીજીતરફ શવિનારે સુચનાનો પતિ વેંકટ રમન પોતાનું નિવેદન નોંધાવવા માટે પોતાના વકીલ સાથે ગોવાના કૈલગુટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દિકરાની હત્યા વખતે તે ઈન્ડોનેશિયામાં હતો. દિકરાના મોતની જાણ થયા બાદ તે 9 જાન્યુઆરીએ ભારત આવ્યો અને 10 જાન્યુઆરીએ બેંગ્લોરમાં પુત્રના અંતિમસંસ્કાર કર્યા હતા.

પોલીસને સુચનાની બેગમાંથી ટીશ્યુ પેપર પર લખેલી એક નોટ મળી હતી. જેમાં મારા દિકરાની કસ્ટડીને લઈને કોર્ટ અને મારા પતિ દબાણ બનાવી રહ્યા છે, એમ લખેલું હતું. મારા પતિ હિંસક છે. હું તેને એક દિવસ માટે પણ મારૂ બાળક ના આપી શકું. પોલીસનું માનવું છે કે આ એક સ્યુસાઈડ નોટ હોઈ શકે છે.

સુચનાએ 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીનો એડવાન્સ રૂમ બુક કરાવ્યો હતો.7 અને 8 જાન્યુઆરી દરમિયાન રાત્રે 12.30 વાગ્યે તેણે અચાનક રૂમમાંથી ચેકઆઉટ કરી લીધું હતું. સુચના તેના ચાર વર્ષના દિકરાની હત્યા કરીને લાશને સુટકેશમાં ભરીને કારમાં કર્ણાટકા જઈ રહી હતી. પરંતુ પોલીસ અને કારના ડ્રાઈવરની સમયસુચકતાને કારણે તે પોલીસને હાથ ઝડપાઈ ગઈ હતી.

સુચના મુળ પશ્ચિમ બંગાળની રહેવાસી છે અને બેંગ્લોરમાં રહેતી હતી. 2010માં તેના લગ્ન એઆઈ ડેવલપર વેંકટ રમન સાથે થયા હતા. 2019માં સુચનાએ બાળકને જન્મ આપ્યો હતો.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bangalore/પતિ બાળકને મળે એ સહન થતું ન હતું, મહિલાના રૂમમાંથી મળેલો પત્ર

આ પણ વાંચો:બેંગ્લોર/ટેક્સી ડ્રાઈવરની સમયસુચકતાને કારણે બેંગ્લોરની સીઈઓ જેલ હવાલે થઈ

આ પણ વાંચો:Bangalore/બેંગ્લોરની મહિલા સીઈઓએ પોતાના દિકરાને કફ સિરપનો હેવી ડોઝ આપ્યો હતો