પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી 8 જુલાઈએ એક જ તબક્કામાં યોજાશે. રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવ સિંહાએ ગુરુવારે (8 જૂન) રાજ્યમાં પંચાયત ચૂંટણીની તારીખની જાહેરાત કરી. બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાતને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પંચાયત ચૂંટણીની જાહેરાતને લોકશાહીની હત્યા સાથે જોડી દીધી છે. તેમણે ટ્વીટ કર્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. પ્રથમ વખત, બ્લોક સ્તર, જિલ્લા સ્તર અથવા રાજ્ય સ્તરે એક પણ સર્વપક્ષીય બેઠક યોજ્યા વિના એકતરફી રીતે પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
નંદીગ્રામના ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “એક જ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થા પર કોઈ ચર્ચા થઈ નથી. નોમિનેશન ભરવા માટે આપવામાં આવેલ સમયગાળો આવતી કાલથી એટલે કે 9 જૂનથી શરૂ થશે, જેની છેલ્લી તારીખ 15 જૂન છે. 10 અને 11 જૂને શનિ-રવિને કારણે કોઈ સરકારી કામ થઈ શકશે નહીં. બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ ટ્વીટમાં આગળ લખ્યું, “પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચનો ઈરાદો સ્પષ્ટ છે. આ જાહેરાતથી જ સ્પષ્ટ છે કે તેઓ પ્રાદેશિક TMC પાર્ટીના ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન તરીકે સક્રિય રીતે કામ કરશે.
શુભેન્દુ અધિકારીએ ટ્વીટ કર્યું, “મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હા ચૂંટણી દરમિયાન સંભવિત હિંસાને કારણે જે પણ દુર્ઘટના સર્જાશે તેના માટે જવાબદાર રહેશે