ગુજરાત/ રાજકોટ પોલીસનો કથિત કમિશન કાંડ કેસના તપાસનીશ DGP વિકાસ સહાય કોરોના પોઝિટિવ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લઈ મનોજ અગ્રવાલની તાત્કાલિક અસરથી બદલી કરવાનો તખ્તો ઘડાઇ ગયો હોવાનું […]

Top Stories Gujarat
Untitled 35 રાજકોટ પોલીસનો કથિત કમિશન કાંડ કેસના તપાસનીશ DGP વિકાસ સહાય કોરોના પોઝિટિવ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લઈ મનોજ અગ્રવાલની તાત્કાલિક અસરથી બદલી કરવાનો તખ્તો ઘડાઇ ગયો હોવાનું ગૃહ વિભાગના સૂત્રોથી જાણવા મળ્યું છે.

આ પણ  વાંચો:Entertainment / શિવાંગીએ મોહસીન સાથે DDLJની ધૂન પર ડાન્સ કર્યો, અનુપમાએ કહ્યું, નઝર ના લાગે

ત્યારે DGP વિકાસ સહાયના તપાસ રિપોર્ટમાં નિવેદનનું કામ પૂર્ણ થયું છે.  તેવામાં તપાસનીશ DGP વિકાસ સહાય કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગ્યો  છે.  જેથી મહત્વનુ છે  કે આવતા તપાસ રિપોર્ટ સોંપવામાં થઇ શકે છે વિલંબ ગાંધીનગર અને રાજકોટ ખાતે આ મામલામાં નિવેદનો લેવાયા છે. ભાજપ ના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ પછી ગૃહ વિભાગે તપાસ હાથ ધરી છે. સખીયા બંધુ બન્ને નિવેદનમાં અડગ, કમિશન રાજકોટ પોલીસે લીધું છે.

આ પણ  વાંચો:Entertainment / કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરને કેમ કરાવી પડી હાર્ટ સર્જરી, જાણો કારણ..

પોલીસ કમિશનર કચેરીમાં પહેલા 50 લાખ અને પછી 25 લાખ આપ્યા હોવાની વાતમાં જગજીવન સખીયા અડગ છે. DGP વિકાસ સહાયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ , વી, કે ગઢવી, પી એસ.આઈ. સાખરા અને સામે પક્ષે ડો. તેજસ કરમટા, જગજીવન સખીયા, મહેશ સખીયા અને કિશનના નિવેદન અને પુરાવા લઇ લીધા છે, તેથી રિપોર્ટ તૈયારની અટકળ તેજ થઈ છે.