Not Set/ અમદાવાદઃ પીએમ મોદી પહોંચ્યા વસ્ત્રાલ, શ્રમ યોગી માન ધન યોજનાનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદ, વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીએ અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં શૈક્ષણિક ધામ અને વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત કરાવ્યું ત્યાર બાદ હાલ પીએમ મોદીએ શ્રમ યોગી માન ધન યોજનાનો  પ્રારંભ કરાવ્યો છે. હાલ સભાસ્થળે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શંભુપ્રસાદ ટુંડિયા હાજર છે, મંચ પર ડે.સીએમ […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીએ અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં શૈક્ષણિક ધામ અને વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત કરાવ્યું ત્યાર બાદ હાલ પીએમ મોદીએ શ્રમ યોગી માન ધન યોજનાનો  પ્રારંભ કરાવ્યો છે.

હાલ સભાસ્થળે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શંભુપ્રસાદ ટુંડિયા હાજર છે, મંચ પર ડે.સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત છે. સભાસ્થળે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.

CM રૂપાણીએ સંબોધનમાં જય જવાન,જય કિશાન, જય શ્રમિકના નારા લગાવ્યા, શ્રમયોગી યોજના ગુજરાતની ધરતી પરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રમિકોની ચિંતા વડાપ્રધાન કરી રહ્યા છે,પીએમ મોદીએ દલિતની દીકરીના હસ્તે કળશ મુકાવ્યું.

શું છે શ્રમ યોગી માનધન યોજના.

આ યોજના હેઠળ અસંગઠીત કામદારોની નોંધણી કરવામાં આવશે. દર માસે કામદારે નક્કી કર્યા મુજબની રકમ ભરવાની રહેશે અને આ કામદારોને ભવિષ્યમાં પેન્શન આપવામાં આવશે.

1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે પેન્શન યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ.

આ યોજનામાં કામદારોની 60 વર્ષની ઉંમર બાદ દરે મહિને 300 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.

જેમાં અસંગઠિત ક્ષેત્રના 18થી 40 વર્ષની ઉંમરના કામદાર યોજનાનો લાભ લઈ શકશે.

આ યોજના સાથે જોડવા માટે દેશભરમાં કુલ 3.13 લાખ સેવા કેન્દ્ર બનાવાવમાં આવ્યા છે.

માનધન યોજનામાં માસીક આવક રૂ. 15 હજાર કરતા ઓછી હોય તેવા મજુર, રત્ન કલાકાર, પાથરણાવાળા, લારી-ગલ્લાવાળા, અગરીયા, માછીમાર, કડીયા-દાડીયા સહિતના લોકો લાભ લઈ શકશે.

માનધન યોજનામાં નામ નોંધાવવા માટે સીએસસી સેન્ટર પર આધારકાર્ડ, મોબાઈલ નંબર, બેન્ક પાસબુક વગેરે માહિતી આપવી પડશે. આ માહિતી ઓનલાઈન નાખવામાં આવશે અને પ્રથમવાર કામદારે કોષ્ટક મુજબની રોકડ રકમ આપવી પડશે.

આ પ્રક્રિયા બાદ દસ મિનિટમાં કામદારને પ્રીન્ટ કરેલુ કાર્ડ આધાર માટે આપવામાં આવશે અને ત્યારબાદ દર માસે કામદારના બેન્ક ખાતામાંથી ઉંમરના કોષ્ટક મુજબની રકમ કપાશે.

15 ફેબ્રુઆરીથી યોજના માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે.

યોજનાને અંતિમ રૂમ આપવાની જવાબદારી ભારતીય જીવન વીમા નિગમને સોંપાઈ છે.

જો કોઈ લાભાર્થી 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમનો લાભ લેવા માંગે છે તો તેને 55 રૂપિયા પ્રીમિયર તરીકે આપવાનું રહેશે. 29 વર્ષની ઉ્મરમાં યોજનાનો ભાગ બનવા પર 100 રૂપિયા માસિક પ્રીમિયમ આપવાનું રહેશે. 40 વર્ષની ઉંમરમાં

લોકોને 200 રૂપિયા માસિક અંશદાન કરવાનું રહેશે.

આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રના અંદાજે 10 કરોડ કામદારોને થશે

યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનારાઓને વિશેષ આઈડી નંબર આપવામાં આવશે.

માનધન યોજનામાં 18 થી 40 વર્ષના લોકો માટે ઉંમર મુજક એક કોષ્ટક બનાવવામાં આવેલ છે. જેમાં 18 વર્ષના કામદારને દર માસે રૂ. 55 ભરવાના અને 40 વર્ષના કામદારને દર માસે રૂ. 200 ભરવાના રહેશે.

પ્રથમવાર કાર્ડ કઢાવવા રોકડ રકમ આપવી પડશે પરંતુ ત્યારબાદ કામદારના બેન્ક ખાતામાંથી દર માસે ઓનલાઈન રકમ કપાશે. જે કામદારની માસિક આવક રૂ. 15 હજારની અંદર હશે તેને જ લાભ મળશે.

આ કામદારોને 60 વર્ષ બાદ દર મહીને રૂ. 3 હજાર પેન્શન મળશે અને જો કામદારનુ મૃત્યુ થાય તો તેને જેનુ વારસદાર તરીકે નામ લખાવ્યુ હશે તેને દર માસે રૂ. 1,500 પેન્શન મળશે.

આ યોજનાનો લાભ ઘરોમાં કામ કરતા સર્વન્ટ્સ, ડ્રાઈવર્સ, પ્લમ્બર, રીક્ષા ચાલકો તથા વીજળીનું કામ કરનારા કામદારોને પણ મળશે.

https://api.mantavyanews.in/adalaj-pm-modi-reach-annapoorna-dham-temple/