સત્તાધારી દળ ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ મંગળવારે સવારે હેક થાઓ ગઈ છે. સોશિઅલ મીડિયા પર સતત લોકોએ આ રીતની વાતો રીપોર્ટ કરી છે. બીજેપીની વેબસાઈટ bjp.org ને જયારે ખોલવાની કોશિશ કરવામાં અવી રહી છે, તો તે હજુ પણ ડાઉન છે.
ટ્વીટર પર જારી કેટલાક સ્ક્રીનશોટના અનુસાર, બીજેપીની વેબસાઈટને હેક કરી પ્રધાનમંત્રી મોદીના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તેઓ જર્મનીના ચાંસલર એંજલા મર્કલના સાથે જોવા મળી રહ્યા છે. તો કેટલાક આપતિજનક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પણ નિવેદન આને લઈને સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ દેશની સૌથી બિજી વેબસાઈટમાની એક છે. બીજેપીની સત્તાવાર વેબસાઈટ પર પાર્ટીના ઈતિહાસ, પાર્ટીના નેતાઓ, રાજ્ય સરકારો, પાર્ટીના કાર્યક્રમોના વિશે માહિતી આપવામાં આવી છે.
કોંગેસ બોલી- યે નહીં દેખા તો કુછ નહીં દેખા!
કોંગ્રેસ પાર્ટીની આઈટી સેલ પ્રમુખ દિવ્યા સ્પંદનાએ પણ આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, “ભાઈઓ અને બહેનો, જો તમે હજુ સુધી ભાજપની વેબસાઇટ નથી જોઈ, તો તમે સાચેજ કંઈક મિસ કરી રહ્યા છો.”
Bhaiya aur Bhehno if you’re not looking at the BJP website right now- you’re missing out
— Ramya/Divya Spandana (@divyaspandana) March 5, 2019
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ દેશની ઘણી મોટી હસ્તિઓની વેબસાઈટ હેક થઇ ચુકી છે. થોડા દિવસ પહેલા અભિનેતાઓ, નેતાઓ અને પત્રકારોના ટ્વીટર એકાઉન્ટ હેક થયા હતા. થોડા દિવસ પહેલા અનુપમ ખેર, કોંગ્રેસ, રાહુલ ગાંધી, અભિષેક બચ્ચન સહિત ઘણી મોટી હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હેક થયા હતા.
