સેનેગલ (પશ્ચિમ આફ્રિકાનું એક શહેર) ની એક મહિલાને મુંબઇ એરપોર્ટ પર આશરે 20 લાખ રૂપિયા (25 હજાર યુરો) સંતાડીને લઈ જવાના ગુના હેઠળ ઝડપી પાડવામાં આવી છે. સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળે (CISF) બુધવારે આ માહિતી આપી હતી.
સીઆઈએસએફના જણાવ્યા અનુસાર, રોખાયાતુ ગ્યુયે નામની મહિલા મંગળવારે થાઇ એરવેઝની ફ્લાઇટમાં બેંગકોક જઇ રહી હતી. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ -2 પર સુરક્ષા તપાસ દરમિયાન સીઆઈએસએફના સૈનિક શિલ્પા જૈનએ મહિલાની શંકાસ્પદ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લીધી હતી.
અને તેણે મહિલાની સઘન તપાસ કરી અને તેના ગુપ્તાંગમાંથી 25 હજાર યુરો (આશરે 20 લાખ રૂપિયા) મેળવ્યા હતા.
સીઆઈએસએફે કહ્યું કે, પૂછપરછ દરમિયાન તે આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ લઈ જવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકી નથી. આ કેસ અંગે સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓને જાણ કરવામાંઆવી છે. સુરક્ષા દળે જણાવ્યું હતું કે મહિલા અને તેની પાસેથી વસૂલવામાં આવેલા પૈસાની આગળની કાયદાકીય કાર્યવાહી માટે કસ્ટમ અધિકારીઓને હવાલો સોપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
