પોતાના નિવેદનોને લઈને હમેશા વિવાદોમાં રહેતા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર વિવાદ સર્જેયો છે. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન પર કરેલા એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા બાદ હવે દિગ્વિજયસિંહે પુલવામામાં થયેલા આતંકી હુમલાને અકસ્માત ગણાવતા ચકચાર મચી છે.
ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટમાં તેમણે પુલવામાં આતંકી હુમલાને દુર્ઘટના ગણાવી હતી. પુલવામાં બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઈક પર રાજકીય નિવેદનબાજીનો દોર ચાલી રહ્યો છે.
Congress leader Digvijaya Singh terms #Pulwama terrorist attack an “accident” . pic.twitter.com/AyAjwV8lm8
— ANI (@ANI) March 5, 2019
ટ્વીટમાં લખ્યું કે, પુલવામા દુર્ઘટના બાદ વાયુસેના દ્વારા કરાયેલી એરસ્ટ્રાઈક પછી કેટલાક વિદેશી મીડિયામાં સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારત સરકાર પર વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી રહ્યો છે. જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા પુલવામાં હુમલાને લઈને ભારતવાસીઓમાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર આક્રોશ જોવા મળે છે.
પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના વિવાદિત ટ્વિટને લઇને નિશાન સાધ્યું છે. વીકે સિંહએ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહને પૂછ્યુ કે તેઓ જણાવે કે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલો આતંકી હુમલો દુર્ઘટના છે કે હુમલો? તેમણે દિગ્વિજયથી પુછ્યુ, ‘તમે જણાવો કે રાજીવ ગાંધીની હત્યા, હત્યા હતી કે દુર્ઘટના? તેનો મને જવાબ આપો બાકી પછી વાત કરીશું.’ વીકે સિંહે કહ્યું કે પુલવામા આતંકી હુમલા પર દિગ્વિજય સિંહએ જવાબ આપવો જોઇએ.
આપને જણાવી દઈયે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાન શહિદ થયા હતા.
