Rajkot News:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા સંચાલનમાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. બી.એ. વિથ હિસ્ટ્રી સેમ-3ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને “સૌરાષ્ટ્રના રાજવંશ” વિષયના પેપરની જગ્યાએ સંપૂર્ણપણે અલગ વિષયનું પેપર વહેંચી દેવામાં આવ્યું હતું. આ ભૂલને કારણે રાજકોટ (Rajkot) તથા આસપાસના વિવિધ કોલેજોમાં પરીક્ષા આપી રહેલા અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા.
વિદ્યાર્થીઓને ‘સૌરાષ્ટ્રના રાજવંશ’ વિષયને બદલે અન્ય પેપર અપાયું
આજે સવારે શરૂ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓએ (Student) પેપર ખોલતાં જ જોયું કે તેમને “સૌરાષ્ટ્રના રાજવંશ”ના બદલે અન્ય વિષયનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ તુરંત સુપરવાઈઝરને જાણ કરી, પરંતુ શરૂઆતના 15 મિનિટ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ખોટા પેપરને જોઈને ગભરાટમાં આવી ગયા હતા, કારણ કે તેઓએ તે વિષયની તૈયારી જ નહોતી કરી.
પરીક્ષા શરૂ થયાના લગભગ 15 મિનિટ બાદ સાચું પેપર અપાયું
લગભગ 15 મિનિટ પછી યુનિવર્સિટી તરફથી સાચું પેપર મંગાવીને વહેંચવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલુ રાખવા જણાવાયું. જોકે, આ વચ્ચે ગયેલા કિંમતી 15 મિનિટના નુકસાનની ભરપાઈ કોણ કરશે? એ એક મોટો પ્રશ્ન છે.
યુનિવ.ની ભૂલને કારણે અંદાજે 300 વિદ્યાર્થીઓ પરેશાન થયા
આ ઘટના બાદ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી બેદરકારી વારંવાર થઈ રહી છે. આ પહેલાં પણ પેપર લીક, ખોટા પ્રશ્નો તથા પરીક્ષા મોકૂફ રાખવાની ઘટનાઓ બની ચૂકી છે.જોકે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FRC કાર્યાલય શરૂ કરવાની માંગ, પૂર્વ સિન્ડિકેટ સભ્યએ VCને લખ્યો પત્ર
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા વર્ષથી ફીમાં કર્યો વધારો, અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને બોજ પડશે
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ

