Gandhinagar News: ગુજરાતના સરકારી શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવા ઈચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર (વિશેષ શિક્ષક) અને મુખ્ય શિક્ષકની કુલ 3,966 જગ્યાઓ માટે ભરતી (Gujarat Teacher Recruitment 2026) પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક મોટી તક માનવામાં આવી રહી છે.
ભરતી (Gujarat Teacher Recruitment 2026) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 1 જૂન, 2026ના રોજ બપોરે 12:00 વાગ્યાથી શરૂ થશે. ઉમેદવારો 10 જૂન, 2026ના રોજ સાંજે 03:00 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.
પસંદગી કેવી રીતે થશે?
ઉમેદવારોની પસંદગી તેમના શૈક્ષણિક ગુણાંક, શિક્ષક પાત્રતા પરીક્ષા (TET)માં મેળવેલા ગુણ અને સરકારના વર્તમાન ભરતી નિયમોના આધારે કરવામાં આવશે. અરજી દરમિયાન ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.ત્યારબાદ શૈક્ષણિક ગુણાંકના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પસંદગી પામેલા ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે.
Gujarat Teacher Recruitment 2026: દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક
આ ભરતી (Gujarat Teacher Recruitment 2026)માં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર (Educator) અને મુખ્ય શિક્ષકની અલગ અનામત જગ્યાઓ જાહેર કરવામાં આવતા બેરોજગાર યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના હજારો ઉમેદવારો લાંબા સમયથી આવી ભરતીની રાહ જોઈ રહ્યા હતા.
રાજ્યના ઉમેદવારો માટે સોનેરી તક
શિક્ષણ ક્ષેત્રે એકસાથે આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર પડતાં લાખો લાયક ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક ઉભી થઈ છે. ખાસ કરીને TET પાસ ઉમેદવારો માટે આ ભરતી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગનું ₹63,184 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર, 1141 વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી
આ પણ વાંચો:સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી…
આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય: આગામી 10 વર્ષમાં 94,000 શિક્ષકોની ભરતી
