Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશ : અત્યારસુધીમાં 260ના મોત, ભુજના અનિલ ખીમાણીનું સેમ્પલ અંતે મેચ, મૃતદેહ પરિવારને સોંપાશે

અત્યારસુધીમાં પ્લેનમાં સવાર 241 પેસેન્જર અને ક્રૂ ઉપરાંત 19 નોન-પેસેન્જરનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદની કરૂણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 260 જણાના મત નીપજ્યા હોવાનું કન્ફર્મ થયું છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના 16મા દિવસે મૃતકોનાં DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. AIના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અત્યારસુધીમાં પ્લેનમાં સવાર 241 પેસેન્જર અને ક્રૂ ઉપરાંત 19 નોન-પેસેન્જરનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. પ્લેનમાં સવારે ભુજના અનિલ ખીમાણી નામના પેસેન્જરના ડીએનએ મેચ થવાનાં બાકી હતાં, જેના સેમ્પલ મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપાશે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 240 મુસાફરનાં DNA મેચ થઈ ગયાં હતાં. એક મુસાફરનું DNA મેચ થવાનું બાકી હતું, જેમનું ગઈકાલે મોડીરાતે મેચ થયું છે. આજે તેમના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવશે. આ મૃતદેહ સોંપ્યા બાદ અત્યારસુધીના 260 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. ગતરોજ એક બ્રિટિશ નાગરિકનો મૃતદેહ પણ તેમના પરિવાર સોંપાતાં યુકે લઈ જવામાં આવ્યો હતો.અનિલ અમદાવાદથી લંડન જઈ રહ્યો હતો

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાના 16 દિવસ બાદ તમામ DNA મેચ થઈ ગયાં છે. અત્યારસુધી 240 મુસાફરનાં DNA મેચ થયાં હતાં, પરંતુ 1 DNA મેચ થયું નહોતું, જે ગઈકાલે (27 જૂન) મેચ થઈ ગયું. આ DNA ભુજના અનિલ ખીમાણી નામના 32 વર્ષીય યુવકનું હતું. તેઓ અમદાવાદથી એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડન જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશમાં તેમનું મોત થયું છે. તેમનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવશે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભુજના દહીંસરના અનિલ લાલજી ખીમાણીનું નામ બોર્ડિંગ લિસ્ટમાં હતું, પરંતુ મૃતકોના સંબંધીઓ સાથે DNA મેચ ન થતાં તંત્રએ વધુ સમય માગ્યો હતો. પિતા લાલજીભાઈએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી કે જો બાકી રહેલા મૃતદેહોમાં ઓળખ ન થાય તો ઘટનાસ્થળે અન્ય જગ્યાએ તપાસ કરવામાં આવે.ગઈકાલે બ્રિટિશ નાગરિકનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો.

યુકેથી આવેલા બે મૂળ બ્રિટિશ નાગરિકોનાં પણ DNA મેચ થયાં હતાં. આ બંને બ્રિટિશ નાગરિકો લંડનથી અમદાવાદ ફરવા આવ્યા હતા. બંનેના પરિવારનાં DNA સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જે પૈકી એક નાગરિકનો મૃતદેહ પરિવારને અગાઉ સોંપી દેવામાં આવ્યો હતો, જ્યારે એકનો ગઈકાલે સોંપવામાં આવ્યો છે. બંનેના પરિવાર બંને મૃતદેહ લંડન લઈ ગયા છે.

અમદાવાદમાં AIનું પ્લેન ક્રેશ થયા બાદ અત્યારસુધીમાં 260 લોકોનાં મોત કન્ફર્મ થઈ ચૂક્યાં છે, જેમાં 241 પેસેન્જ અને ક્રૂ-મેમ્બર ઉપરાંત 19 નોન- પેસેન્જર છે. 260 મૃતકમાંથી 254ની ઓળખ DNAથી કરવામાં આવી છે જ્યારે અન્ય 6 લોકોની ઓળખ ચહેરા પરથી કરવામાં આવી છે. 260 લોકોનાં મોત કન્ફર્મ થયાં છે એમાં 181 ભારતના, 7 પોર્ટુગલના, 52 બ્રિટનના, 1 કેનેડિયન અને 19 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે.

પ્લેન ક્રેશની ઘટનાના 16 દિવસ બાદ તમામ મુસાફરોનાં DNA મેચ થયાં છે. ઉપરાંત ગ્રાઉન્ડ પર જે લોકોનાં મોત થયાં હતાં તેમના પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા ગઇકાલ સુધીમાં કુલ 259 મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા, જ્યારે 5 દર્દી સારવાર હેઠળ હતા, જેમાંથી એકને ગઈકાલે રજા આપવામાં આવી છે. સિવિલમાં સારવાર દરમિયાન 4 દર્દીનાં મોત થયાં હતાં. આજે છેલ્લો મૃતદેહ પણ પરિવારને સોંપી દેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રીય વિમાની દુર્ઘટનાના સમયમાં સિવિલ હોસ્પિટલ બન્યું આશાનું કમાન્ડ સેન્ટર

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ મોકલવામાં આવશે અમેરિકા, એક મોટી સમસ્યા

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં