Gandhinagar News/ પાટીદાર આગેવાનો ગાંધીનગરમાં એકમંચ પર: ચિંતન શિબિરમાં સાત મુદ્દે ચર્ચા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWSને અનાતમ આપો

રાજકીય મુદ્દાઓની ચર્ચા કર્યા વગર વિવિધ સામાજિક સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી અને તેનો ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ગોંડલને ભય મુક્ત બનાવવા ચર્ચા થઈ હતી. બીજીતરફ અમદાવાદ PAAS કન્વીનરને આમંત્રણ ન મળતા હોબાળો મચ્યો હતો. પાટીદાર અનામત આંદોલન બાદ આજે વધુ એક વખત આંદોલન સમયે સક્રિય રહેલા પાટીદાર આગેવાનો ગાંધીનગરમાં એકમંચ પર જોવા મળ્યા હતા. ગાંધીનગરના સરગાસણમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનોએ રાજકીય મુદ્દાઓની ચર્ચા કર્યા વગર વિવિધ સામાજિક સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી અને તેનો ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો.

ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં સ્થાનિક રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી અને માતા અથવા પિતાની સહમતી ફરજિયાત કરવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCની માફક EWSને અનામત આપવી, ગોંડલને ભયમુક્ત બનાવવા સહિતના સાત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આંદોલન સમયે સક્રિય રહેલા મોટાભાગના પાસના આગેવાનો હાજર રહ્યા હતા.આજની ચિંતન શિબિરમાં અમદાવાદના પાસ કન્વીનરને આમંત્રણ ન અપાતા કાર્યક્રમ સ્થળ પર શાંતિલાલ સોજિત્રા નામના વ્યકત પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જો કે, ઘટનાસ્થળે હાજર અન્ય આગેવાનોએ શાંતિલાલને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.પાટીદાર

ચિંતન શિબિરમાં હાજર રહેલા આગેવાન

અલ્પેશ કથીરિયા
ધાર્મિક માલવિયા
રેશમા પટેલ
દિનેશ બાંભણિયા
જિગીષા પટેલ
વરૂણ પટેલ
ચિરાગ પટેલ
મનોજ પનારા
લલિત વસોયા
લલિત કગથરા
કિરીટ પટેલ
ગીતા પટેલ
પૂર્વીન પટેલ

હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા ગેરહાજર, કિરીટ પટેલની હાજરી

ગાંધીનગરમાં આજે યોજાઈ રહેલી બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયના નેતાઓ પાટીદાર ચિંતન શિબિરના બેનર નીચે એકત્ર થયા છે. નોંધનીય છે કે આંદોલન પછી સત્તામાં આવેલા હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓ હાજર નથી. જ્યારે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!

આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી

આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે