Not Set/ અલ્પેશ ઠાકોરને તેમના જ સમાજના આગેવાન દ્વારા સત્તા લાલચુનો લગાવાયો આરોપ

સમાજના નામે પ્રજાના પ્રતિનિધિ બની બેઠેલાં અલ્પેશ ઠાકોરની સત્તાલાલસાનો હવે તેમના જ સમાજની સામાજિક સંસ્થા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ વિરોધ કર્યો છે. સંસ્થાના પ્રમુખ પ્રવિણસિંહજી ઠાકોરે સંસ્થા વતી અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ નહીં કરવાની રજૂઆત કરી અલ્પેશ ઠાકોરનો ઉગ્ર વિરોધ વ્યકત ક્રયો છે. તેમણે ભાજપ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોર સત્તાલાલસુ છે.કોંગ્રેસે […]

Top Stories Ahmedabad

સમાજના નામે પ્રજાના પ્રતિનિધિ બની બેઠેલાં અલ્પેશ ઠાકોરની સત્તાલાલસાનો હવે તેમના જ સમાજની સામાજિક સંસ્થા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ વિરોધ કર્યો છે. સંસ્થાના પ્રમુખ પ્રવિણસિંહજી ઠાકોરે સંસ્થા વતી અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ નહીં કરવાની રજૂઆત કરી અલ્પેશ ઠાકોરનો ઉગ્ર વિરોધ વ્યકત ક્રયો છે.

તેમણે ભાજપ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોર સત્તાલાલસુ છે.કોંગ્રેસે તેને ઘણું બધું આપ્યું , છતાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે.અને કોંગ્રેસે જ તેમને ઝીરોમાંથી હીરો બનાવ્યા ત્યારે હવે તેઓ રાજીનામું આપીને ભાજપમાં આવવા પ્રયાસ કરી રહ્યાં છે.ત્યારે ભાજપમાં આ પ્રકારે સત્તાલાલસુને સ્થાન આપી શકાય નહીં.

જો પાર્ટી અલ્પેશ ઠાકોરને ભાજપમાં સ્થાન આપશે તો રાજકીય નુક્સાન થવાની દહેશત પણ વ્યકત કરીને અલ્પેશ ઠાકોર પ્રત્યે સખ્ત ઉદાસીનતા વ્યક્ત કરી છે.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની આ રજૂઆતના કારણે ઠાકોર સમર્થકોમાં ચોક્કસ રીતે તડાં પડ્યાની પ્રતિતિ થાય છે