કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે . તેની વચ્ચે રાજ્યની જનતા માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, સરકાર દ્વારા ટેસ્ટિંગ કિટની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે,તથા RTPCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.ખાનગી લેબોરેટરીમાં RTPCRટેસ્ટના ચાર્જમાં આ સરકાર દ્વારા ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ ખાનગી લેબોરેટરીમાં આરતી પીસીઆર ટેસ્ટ નો ચાર્જ રૂપિયા 700 હતો, જેમાં હવે 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે આ ટેસ્ટ માટેનો ચાર્જ રૂપિયા 400 થશે.આ ઉપરાંત વધુમાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા RTPCR ટેસ્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કેએરપોર્ટ પર રૂપિયા2700માં ટેસ્ટ થશે.એરપોર્ટ પર વિદેશીઓના ટેસ્ટ થાય છે જે ખાનગી લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે.તેની કિંમતમાં પણ રૂપિયા 1300નો ઘટાડો કરવામાં આવ્યો છે.
દર્દીના ઘરે RTPCR ટેસ્ટના ભાવમાં ઘટાડો
આ ઉપરાંત ઘરેથી સેમ્પલ લેવાનો ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે.ઘરેથી સેમ્પલ લેવાનો દર રૂપિયા900 હતો,જેને ઘટાડી અને રૂપિયા550 કરવામાં આવ્યો છે.

