Rajkot News: રાજકોટ શહેર (Rajkot city)માંથી વધુ 6 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. ઘૂસણખોરોને ઝડપી પાડવા પોલીસે 35 ટીમો બનાવી હતી, પોલીસના સર્ચ ઓપરેશનમાં કુલ 21 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં પોલીસ સર્ચ ઓપરેશન (Search Operation)માં 6 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસના સર્ચ ઓપરેશનમાં કુલ 21 વ્યક્તિ ઝડપાયા છે. પોલીસની 35 ટીમો ઘૂસણખોરોને ઝડપવા કવાયત હાથ ધરી હતી. શહેરના રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે એક હજારથી વધુ લોકોની પોલીસે ચકાસણી કરી હતી. પોલીસના ચેકિંગ દરમિયાન 13 બાંગ્લાદેશી ઝડપાયા હતા. પૂછપરછ બાદ તમામને ડિપોર્ટ (Deport) કરી પરત વતન મોકલાશે.
તાજેતરમાં અમદાવાદ (Ahmedabad)ના ચંડોળા તળાવ (Chandola lake) વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ (Illegal immigrants)ની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી પણ આવી જ રહી છે. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વીજ જોડાણો કાપવાનું કામ કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી ટોરેન્ટ પાવરની ટીમ ગેરકાયદેસર વીજ જોડાણો કાપવા પહોંચી હતી. વ્યક્તિગત બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદેસર વીજ જોડાણો (Electricity connection) કાપી નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેને લઈને છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો ઘણા પરત જવા ભાગવા લાગ્યા છે. આજે અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસ તપાસ દરમિયાન 100થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે.
આ આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે. તેમજ 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેમના પોલીસ વિરીફિકેશનની પણ તપાસ કરવામાં આવશે. કેટલાક લોકો બે થી ત્રણ જગ્યાએ થી ડિપોર્ટ થયા બાદ અહીં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
150 થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધારકાર્ડ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં બનાવટી પાન કાર્ડ અને આધારકાર્ડને લઈને પણ કાર્યવાહી થવાની સંભાવના છે. ગેરકાયદે રહેતા લોકો કેટલા સમયથી અહીં રહે છે, કેટલા સમય પહેલા આવ્યા તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ઘૂસણખોરો વિરૂદ્ધ પોલીસે કરી આકરી કાર્યવાહી
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:બાંગ્લાદેશી ઘૂસણખોરો પાછળ એજન્ટોના કારનામાનો થયો પર્દાફાશ
