Vaccine/ વેક્સીનનાં સ્ટોરેજને લઇને જીટીયુ કરશે સરકારની મદદ, જાણો પૂરી વિગત

કોરોના વેકસીનની તડામાર તૈયારીઓ સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે પ્રથમ વર્ષમાં વેક્સિનને મંજૂરી પણ મળી ગઈ છે ત્યારે અલગ અલગ જગ્યા ઉપર બેટરીનાં જથ્થા ઉપલબ્ધ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે…

Gujarat Others

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ

કોરોના વેકસીનની તડામાર તૈયારીઓ સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે પ્રથમ વર્ષમાં વેક્સિનને મંજૂરી પણ મળી ગઈ છે ત્યારે અલગ અલગ જગ્યા ઉપર બેટરીનાં જથ્થા ઉપલબ્ધ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

જેમાં જીટીયુમાં કોરોનાની વેબસાઈટ માટે સેન્ટર બનાવામાં આવશે. જીટીયુની લેબોરેટરીમાં બીપી 15,000 વાયરલ વેકસીનનું સ્ટોરેજ કરી શકાય તે પ્રમાણેનું સ્ટોરેજ લાવવામાં આવ્યું છે. જર્મનીથી મંગાવવામાં આવેલ આ મશીન જીટીયુ દ્વારા સરકારને આપવામાં આવશે, જેમાં આ મશીનનો ઉપયોગ સરકારને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપવામાં આવશે.

માઇનસ 85 ડિગ્રી સુધીનું તાપમાન આ મશીનમાં જાળવી શકાશે જેથી સ્ટોરેજ જીટીયુમાંથી ઉપલબ્ધ કરાવાયું. જર્મનીથી મંગાવવામાં આવેલા આ  કોલ્ડ સ્ટોરેજ કે જેમાં 15,000 જેટલી વેકસીનનું સ્ટોરેજ રાખી શકશે. હાલ તો જીટીયુ દ્વારા આ કોલ્ડ સ્ટોરેજને રાખવામાં આવ્યું છે. જે સરકારને જરૂર પડશે ત્યારે તે મશીન આપવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…