Ahmedabad News/ જંગલ થીમ: ‘પર્યાવરણ બચાવો’નો મેસેજ આપતા ઈકોફ્રેન્ડલી ગણપતિ

વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત તેમજ પશુ-પક્ષીઓ પ્રત્યેના તેમના અનેરા પ્રેમને દર્શાવતી જંગલની થીમ – ‘પર્યાવરણ બચાવો’ પર કલાત્મક રીતે ગણેશ મંડપનું ડેકોરેશન કર્યું છે. અમદાવાદ શહેરમાં અભયનગર સોસાયટીમાં રહેતા નિકિતાબેન પટેલ દ્વારા છેલ્લા 14 વર્ષથી ગણેશજીની અલગ અલગ થીમ પર ગણેશ સ્થાપન કરવામાં આવે છે.

Top Stories Ahmedabad Gujarat Trending

Ahmedabad News: ભાદરવા સુદ ચોથના દિવસથી અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવતા 10 દિવસના મહોત્સવમાં આપણે ભગવાન ગણેશની ભક્તિમાં રંગાઈ જઈએ છીએ. આજના દિવસે ભાવિક ભક્તો શ્રદ્ધા, આસ્થા સાથે પોતાના ઘરોમાં, ઓફિસોમાં ગણેશજીનું વિધિપૂર્વક સ્થાપના કરી સર્વ કષ્ટો દૂર કરવાની કામના કરે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવા જ એક ગણેશ ભક્તે ગણપતિ દાદાની જંગલની થીમ પર શ્રદ્ધાપૂર્વક તેમના ઘરે સ્થાપના કરી છે.

વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત તેમજ પશુ-પક્ષીઓ પ્રત્યેના તેમના અનેરા પ્રેમને દર્શાવતી જંગલની થીમ – ‘પર્યાવરણ બચાવો’ પર કલાત્મક રીતે ગણેશ મંડપનું ડેકોરેશન કર્યું છે. અમદાવાદ શહેરમાં અભયનગર સોસાયટીમાં રહેતા નિકિતાબેન પટેલ દ્વારા છેલ્લા 14 વર્ષથી ગણેશજીની અલગ અલગ થીમ પર ગણેશ સ્થાપન કરવામાં આવે છે.

જેમાં વેસ્ટ ટાયરનો ઉપયોગ કરીને ટાયરમાંથી પક્ષીઓ, વડવાઈ (વેલ), આરતી માટે દીવડા બનાવવામાં આવ્યા છે તેમજ થર્મોકોલનો ઉપયોગ કરીને ગણપતિ બાપ્પાનાં પ્રિય એવા લડ્ડુ પણ બનાવવામાં આવ્યાં છે. દાદાને બેસાડવા માટે મસ્ત મોટાં ટાયરમાંથી એક કમળ બનાવ્યું છે જેમાં દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. નિકિતાબેન પટેલે આ વર્ષે જંગલનું રક્ષણ થાય તે હેતુને સાર્થક કરવા જંગલ થીમ બનાવી છે. જેમાં ભક્તોને જોવા મળ્યું છે કે પક્ષીઓ ગણપતિ બાપ્પા માટે પ્રસાદ ભેગો કરી તેમને ધરાવે છે અને ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરે છે કે અમારું જંગલ સલામત રહે.

જંગલ બચાવો, પર્યાવરણ બચાવોનો મેસેજ આપતી આ થીમ નિકિતાબેન પટેલના સર્જનાત્મક અને કલાત્મક વિચારો દર્શાવે છે તેમજ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને બિનઉપયોગી વસ્તુનો ઉપયોગ સજાવટ માટે કેવી રીતે કરી શકાય તેની શૈલી દર્શાવે છે.

નિકિતાબેન દ્વારા પોતાના ઘરમાં બેસાડેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ, સજાવટ માટે વેસ્ટ ટાયર, ટ્યુબ પ્લાસ્ટિકની પાઈપ, થર્મોકોલનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કેવી રીતે પર્યાવરણની જાળવણી કરી શકાય છે તેનો મેસેજ પણ આપવામાં આવ્યો છે.

@અનિતા પરમાર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ પૂજાની થાળીમાં તુલસીને રાખવી વર્જિત, શાસ્ત્રો શું કહે છે….

આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ રાશિ અનુસાર ચઢાવો મીઠાઈ, સર્વ કષ્ટ દૂર થશે

આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર ન જોવો, ચંદ્ર દર્શન પાછળ કઈ માન્યતા જોડાયેલી છે…