Vadodara News: વડોદરામાં સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યનો અસંતોષનો સૂર જોવા મળ્યો છે. સેન્સ આપવા પહોંચેલા વરિષ્ઠ ધારાસભ્યનો અસંતોષનો સૂર જોવા મળ્યો છે.સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અસંતોષનો સૂર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે પક્ષે સ્થાનિક કાર્યકરોની અવગણના કરીને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તેના કારણે સ્થાનિક કાર્યકરોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે.
તેમણે જણાવ્યું હતું કે વડોદરાના માંજલપુરમાં તો દરેક વોર્ડમાં એક ઉમેદવાર આયાતી છે. આમ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સંગઠનથી નારાજ છે. વોર્ડ-નંબર 17માં વર્ષોથી રેતા હિરેન સુખડિયાને તેમણે આયાતી ગણાવ્યા હતા. જો કે આંતરિક સૂત્રોનું કહેવું છે કે પોતાના મળતિયાને સ્થાન અપાવવા માટે તેમણે ઉમેદવારોને આયાતી ગણાવ્યા છે. આમ વડોદરામાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા વધુ આકરી બની છે.
દાહોદ ભાજપમાં ભાજપ દ્વારા સેન્સ મેળવવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દાહોદ નગરપાલિકા અને 11 તાલુકા પંચાયત માટે મંથન કરવામાં આવી રહ્યુ છે. જિલ્લા પંચાયત માટે મંથનના પ્રમુખ માટે પણ તાગ મેળવવાની પ્રક્રિયા જારી છે.
પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન માટે દાવેદારોનો જમાવડો જારી છે. શીતલ સોની, નીરવ અમીન અને માધુ કથીરિયા દ્વારા સુનાવણી થવાની છે. મોડી રાત્રે જિલ્લા પંચાયત માટે સેન્સ લેવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યુ છે. આમ ભાજપમાં હવે મેયર અને ડેપ્યુટી મેયરથી લઈને દરેક મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નિમણૂકની પ્રક્રિયા વેગ પકડી રહી છે.
મઘ્ય ગુજરાત પહેલા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપના શાનદાર વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારીના સાંસદ ધવલ પટેલે ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપે મેળવેલી જીત બાદ નવસારી ભાજપમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સેન્સ પ્રક્રિયા માટે જ્યારે ધવલ પટેલ ‘કમલમ’ પહોંચ્યા, ત્યારે વાંસદાની જીત બદલ કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ધવલ પટેલે આ જીત બદલ પક્ષના સિનિયર નેતાઓ અને પદાધિકારીઓનું મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.
એક તરફ જીતની ઉજવણી ચાલતી હતી, તો બીજી તરફ જિલ્લાની નગરપાલિકા અને પંચાયતોના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા પણ ગતિમાં હતી. વાંસદાની જીતને પગલે દાવેદારોમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નિરીક્ષકો દ્વારા વિવિધ પદો માટે ઉમેદવારોના નામ મેળવવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.
આ પણ વાંચો: નવસારી ‘કમલમ’ ખાતે ઉજવણી, સેન્સ પ્રક્રિયામાં સાંસદ ધવલ પટેલ રહ્યા ઉપસ્થિત
આ પણ વાંચો: સાબરકાંઠામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ
આ પણ વાંચો: જામ ખંભાળિયા ‘કમલમ’ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ, દાવેદારોનો ભારે ધસારો
