Banaskantha News/ બનાસકાંઠાના વાવમાં ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી! રિક્ટર સ્કેલ પર કેવી રીતે મપાય છે તીવ્રતા

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. 

Top Stories Gujarat

Banaskantha News: આજે મધરાતે 3.35 કલાકે બનાસકાંઠા (Banaskantha)ના વાવમાં ધરા ભૂકંપ (Earthquake)થી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર 3.4ની ભૂકંપની તિવ્રતા નોંધાઈ છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપ (Earthquake)નું કેન્દ્ર બિંદુ વાવથી 27 કિલોમીટર દૂર હોવાનું સિસ્મોલોજીના તજજ્ઞોએ આપી હતી. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા.

અગાઉ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ (Earthquake) આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે GSDMA મુજબ, ગુજરાત ભૂકંપ (Earthquake) પ્રત્યે સંવેદનશીલ વિસ્તાર છે અને છેલ્લા 200 વર્ષમાં અહીં નવ મોટા ભૂકંપ આવ્યા છે. ઓથોરિટીએ એમ પણ કહ્યું કે 26 જાન્યુઆરી, 2001 ના રોજ આવેલ વિનાશક કચ્છ ભૂકંપ છેલ્લા બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો, જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale) પર નીચે મુજબ માપી શકાય છે

0 થી 1.9: માહિતી ફક્ત સિસ્મોગ્રાફ્સથી જ ઉપલબ્ધ છે.
2 થી 2.9: ખૂબ ઓછા કંપન અનુભવાય છે.
3 થી 3.9: એવું લાગે છે કે કોઈ ભારે વાહન પસાર થઈ ગયું હોય.
4 થી 4.9: ઘરમાં રાખેલી વસ્તુઓ તેમની જગ્યાએથી પડી શકે છે.
5 થી 5.9: ભારે વસ્તુઓ અને ફર્નિચર પણ ખસેડી શકે છે.
6 થી 6.9: ઇમારતનો પાયો નબળો હોઈ શકે છે.
7 થી 7.9: ઇમારતો ધરાશાયી.
8 થી 8.9: સુનામીનું જોખમ અને વધુ વિનાશ.
9 કે તેથી વધુ: સૌથી તીવ્ર, ધરતીના ધ્રુજારી સ્પષ્ટપણે અનુભવાયા.

ભૂકંપનું મુખ્ય કારણ પૃથ્વીની સપાટી પર બનતી કુદરતી ઘટનાઓ છે. ખાસ કરીને, આ આફતો પૃથ્વીના આંતરિક માળખામાં તણાવ અને હલનચલનને કારણે થાય છે. ભારતમાં ભૂકંપના મુખ્ય કારણોમાંનું એક હિમાલય ક્ષેત્રમાં થતી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ છે. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેની અથડામણથી પ્રદેશમાં તણાવ પેદા થાય છે, જેનાથી ઊર્જા મુક્ત થાય છે અને ભૂકંપ આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભૂકંપ આવતાં જ ઘર હવામાં ઉડવા લાગશે! જાનમાલનું જોખમ ટળશે

આ પણ વાંચો:શું હિમાલયન બેલ્ટમાં આવશે 8થી વધુ તીવ્રતાવાળો ભૂકંપ?

આ પણ વાંચો:ભૂકંપથી અફઘાનિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી, જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા