કોરોના/ 2વર્ષના બાળકને ક્યુબામાં અપાઈ કોરોનાની રસી, સૌથી નાની વયે રસી આપવાનો રચાયો ઈતિહાસ

સ્વયં વિકસિત કોવિડ -19 રસી ક્યુબામાં બે વર્ષના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે. જોકે, આ રસીને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂરી મળવાની બાકી છે.

Top Stories World
a 82 2વર્ષના બાળકને ક્યુબામાં અપાઈ કોરોનાની રસી, સૌથી નાની વયે રસી આપવાનો રચાયો ઈતિહાસ

કોરોના સંક્રમણને રોકવા માટે વિશ્વભરમાં રસીકરણ ચાલી રહ્યું છે. આ ક્રમમાં, બે વર્ષનાં બાળકો માટે કોરોનાની રસી શરુ કરનાર ક્યુબા વિશ્વનો પ્રથમ દેશ છે. સ્વયં વિકસિત કોવિડ -19 રસી ક્યુબામાં બે વર્ષના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે. જોકે, આ રસીને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂરી મળવાની બાકી છે. ઘણા દેશોમાં, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ઇન્ટરનેટ અને નોકરીની લાલચ આપી યુવાનોને આકર્ષવામાં તાલીબાન સફળ

ક્યુબામાં કોરોના રસીઓ અબ્દાલા અને સોબેરાનાની ટ્રાયલ પૂર્ણ થયા પછી, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને કિશોરો માટે રસીકરણ શુક્રવારથી અહીં શરૂ થયું. આ પછી, સોમવારે અહીં 2-11 વર્ષનાં બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો. યુએન એજન્સી યુનિસેફે વિશ્વભરની શાળાઓને વહેલી તકે ખોલવા કહ્યું છે. તાજેતરમાં, ક્યુબાએ મહામારી કોવિડ -19 ના સૌથી ખરાબ તબક્કાનો સામનો કર્યો છે, જેણે તેની આરોગ્ય વ્યવસ્થાને અપંગ બનાવી દીધી છે. અહીં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 5,700 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો : ચીનમાં પોસ્ટિંગના થોડા સમયમાં જર્મનના રાજદૂત હેકરનું અવસાન

હકીકતમાં, માર્ચ 2020 થી બંધ થયેલી શાળાઓ ફરીથી ખોલવા અંગે, ક્યુબા સરકારે કહ્યું છે કે પહેલા બાળકોને રસી આપવામાં આવશે, તો જ તેમના માટે શાળાઓ ખોલવામાં આવશે. સોમવારે અહીં નવી સીઝન શરૂ થઈ હતી પરંતુ માત્ર ટેલિવિઝન કાર્યક્રમો દ્વારા જ કારણ કે મોટાભાગના ક્યુબન લોકો પાસે ઘરે ઈન્ટરનેટ નથી.

આ પણ વાંચો :સંસદમાં ડ્રેસ કોડ: હવેથી આવા કપડા પહેરી નહિ આવી શકે સાંસદો

ભારતમાં પણ બાળકોમાં શરૂ થશે વેક્સિનેશન

ભારતમાં પણ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે. તેના માટે ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનને ભારતમાં ઇમરજન્સી યુઝની મંજૂરી આપી દેવામાં આવી છે. 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ વેક્સિન આપવામાં આવી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનને ZyCoV-D નામ આપવામાં આવ્યું છે. તે ડીએનએ પર આધારિત દુનિયાની પ્રથમ સ્વદેશી વેક્સીન છે. વેક્સીનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI) તરફથી મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :Political / તાલિબાન સાથે RSS ની તુલના પર ભડકી શિવસેના, જાવેદ અખ્તરને આપ્યો જવાબ

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત