Political/ તાલિબાન સાથે RSS ની તુલના પર ભડકી શિવસેના, જાવેદ અખ્તરને આપ્યો જવાબ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને તાલિબાન સાથે સરખાવવા બદલ શિવસેનાએ જાવેદ અખ્તરને જવાબ આપ્યો છે. શિવસેનાએ તેમના મુખપત્ર ‘સામના’નાં સંપાદકીયમાં તાલિબાનની માનસિકતાની RSS સાથેની તુલનાને નકારી છે.

Top Stories India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને તાલિબાન સાથે સરખાવવા બદલ શિવસેનાએ જાવેદ અખ્તરને જવાબ આપ્યો છે. શિવસેનાએ તેમના મુખપત્ર ‘સામના’નાં સંપાદકીયમાં તાલિબાનની માનસિકતાની RSS સાથેની તુલનાને નકારી છે. સામનામાં લખવામાં આવ્યુ છે કે, જેઓ આવું વિચારે છે તેઓએ આત્મમંથન કરવાની જરૂરિયાત છે. શિવસેનાનું કહેવું છે કે, અખ્તર સમયાંતરે ઉગ્રવાદ સામે અવાજ ઉઠાવતા રહે છે.

આ પણ વાંચો – Covid-19 / ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે દેશમાં નોંધાયા 38,948 કેસ, 219 લોકોનાં મોત

શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા RSS નું સમર્થન કર્યુ છે. સામનામાં લખ્યુ છે કે, જો RSS તાલિબાની વિચાર ધરાવતુ હોત તો ત્રિપલ તલાક કાયદો ન બન્યો હોત. સામનામાં કહેવામાં આવ્યું છે કે, જો સંઘની વિચારધારા તાલિબાન જેવી હોય તો લાખો મુસ્લિમ મહિલાઓને આઝાદીની કિરણ દેખાડવાામાં આવી નહોત. આ સિવાય, સામનાએ હિંદુ રાષ્ટ્રની સખત વકાલત કરી અને કહ્યું કે બહુસંખ્યક હિંદુઓને સતત દબાવવા ન જોઈએ. આગળ, શિવસેનાએ કહ્યું, ‘અમે એક લોકશાહી દેશ છીએ, જ્યાં લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાનું સમ્માન કરવામાં આવે છે. પરંતુ તાલિબાન સાથે RSS ની તુલના કરવી ખોટી છે. ભારત અન્ય દેશોની તુલનામાં દરેક રીતે સહિષ્ણુ છે. સામનાનાં તંત્રીલેખમાં શિવસેનાએ જણાવ્યું હતું કે, RSS, VHP જેવી સંસ્થાઓ માટે હિન્દુત્વ એક સંસ્કૃતિ છે. શિવસેનાએ કહ્યું, ‘RSS અને VHP ઇચ્છે છે કે હિન્દુઓનાં અધિકારોને દબાવવામાં ન આવે. આ સિવાય તેમણે ક્યારેય મહિલાઓનાં અધિકારો પર નિયંત્રણો લાદ્યા નથી. અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ અને નરક જેવી છે. ત્યાંથી લોકો ડરીને ભાગી રહ્યા છે અને મહિલાઓનાં અધિકારો છીનવાઈ રહ્યા છે.

આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણી / TMC એ પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જાણો CM મમતા બેનર્જી ક્યાંથી ચૂંટણી લડશે

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું, “અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન માત્ર સમાજ માટે જ નહીં પણ માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન, ચીન જેવા અન્ય ઘણા દેશોએ ટેકો આપ્યો છે કારણ કે આ દેશોમાં માનવાધિકાર, લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી. આ સાથે જ ભાજપનાં નેતા રામ કદમે કહ્યું છે કે, જાવેદ અખ્તર આ નિવેદન માટે માફી નહીં માંગે ત્યાં સુધી તેમની ફિલ્મ અને તેમના પરિવારની ફિલ્મ રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, એક ટેલિવિઝન કાર્યક્રમ સાથેની વાતચીતમાં, ગીતકારે કહ્યું, “જેમ તાલિબાન એક ઇસ્લામિક દેશ બનાવવા માંગે છે, તો એવા પણ લોકો છે જે હિન્દુ રાષ્ટ્ર ઇચ્છે છે. આ બધા લોકો એક જ વિચારધારાનાં છે પછી ભલે તેઓ મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી કે હિન્દુ હોય. જે લોકો બજરંગ દળ, RSS અને VHP જેવા સંગઠનોને ટેકો આપે છે તે બધા એક જ પ્રકારનાં છે.’