Not Set/ ઈન્ટરનેટ કનેક્શન વગર શું તમે રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો ? તો , આ સરળ રીતથી કરો મની ટ્રાન્સફર

જો કે ઈન્ટરનેટ ક્નેક્શન વગર UPI પેમેન્ટ ઓફલાઇન કરવા માટે તમારા ફોનમાં BHIM, Paytm અથવા અન્ય કોઇ UPI એપ ડાઉનલોડ કરવાની રહેશે

Tech & Auto
ઈન્ટરનેટ ક્નેકશન

આજકાલ લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું વધારે પસંદ કરે છે, પરંતુ તમારી પાસે ઈન્ટરનેટ કનેક્શન અથવા ઝડપ ધીમી હોય ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય કે શું ઈન્ટરનેટ વગર રૂપિયા ટ્રાન્સફર થઈ શકે ? જી હા તમે ઈન્ટરનેટ ક્નેકશન વગર પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

આ પણ વાંચો : ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોને મોટો ઝટકો, UK અને સિંગાપોરમાં બંધ કર્યો વ્યવસાય

જો કે ઈન્ટરનેટ ક્નેક્શન વગર UPI પેમેન્ટ ઓફલાઇન કરવા માટે તમારા ફોનમાં BHIM, Paytm અથવા અન્ય કોઇ UPI એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઉપરાંત આ એપ સાથે સિમ કાર્ડ અને સ્માર્ટફોન લિંક થઈ ગયા પછી તમે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો.

આ સરળ રીતથી કરી શકશો પેમેન્ટ

1. રૂપિયા ટ્રાન્સફર કરવા માટે, તમારે ફોનના ડાયલર પેડમાં *99# ડાયલ કરવાનો રહેશે.

2. બાદમાં તમારે બેંકનું નામ એન્ટર કરવાનુ રહેશે.

3. ત્યારબાદ તમારી સામે એક લિસ્ટ આવશે, જેમાં તમારે Send Money નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

4. Send Money વિકલ્પ પસંદ કરવા માટે 1 દબાવો અને બેનિફિશયરી ડિટેલ ભરો

5. બાદમાં પેમેન્ટ કરવા માટેની રકમ દાખલ કરો.

6. હવે UPI પિન દાખલ કરો અને Send બટન પર ક્લિક કરો.

7. ત્યારબાદ તમારુ પેમેન્ટ થઈ જશે.

આ પણ વાંચો :વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, Video

આપને જણાવી દઈએ કે, આ સેવા 51 બેન્કો અને તમામ જીએસએમ સર્વિસ પ્રોવાઇડરો (GSM Service Provider) દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેનો ઉપયોગ હિન્દી અને અંગ્રેજી સહિત 12 જુદી જુદી ભાષાઓમાં થઈ શકે છે.