આપઘાત/ પ્રેમીએ મંદિરમાં જાહેરમાં અપમાન કરતા યુવતીએ ગળાફાંસો ખાધો

કર્ણાટકમાં એક માથા ફરેલા એકતરફી પ્રેમ કરતા એક પ્રેમીએ જાહેરમાં અપમાનિત કરતા યુવતીએ ગળાફાંસો ખઈને આપઘાત કરી લીધો હતો.

India
આપઘાત

કર્ણાટકમાં એક માથા ફરેલા એકતરફી પ્રેમ કરતા એક પ્રેમીએ જાહેરમાં અપમાનિત કરતા યુવતીએ ગળાફાંસો ખઈને આપઘાત કરી લીધો હતો. મૃતકની ઓળખ નિદાગુડ્ડુ ગામમાં રહેતી જયન્નાની દિકરી સંગીતા તરીકે થઈ છે. પોલીસે સંગીતાના એકતરફી પ્રેમી શિવુની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ શિવુ સંગીતાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. તેણે સંગીતાના માતા પિતાનો પણ સંપર્ક કર્યો હતો અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે માતા પિતાએ હાલમાં તેમની દિકરીના લગ્ન કરવાની કોઈ યોજના નથી. ત્યારબાદ પણ શિવુ સંગીતાને પરેશાન કરતો રહેતો હતો.

જ્યારે સંગીતા મંદિર ગઈ હતી ત્યારે શિવુએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. પોતાનો કોલ સંગીતાએ રિસીવ ન કરતા અને તેની વાતનો જવાબ ન આપતા તેણે સંગીતા સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહી જો તે તેને પ્રેમ નહી કરે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી પણ આપી હતી. આરોપી શિવુએ તેને કહ્યું કે તે જ્યારે પણ કોલ કરે ત્યારે તેણે કોલ રિસીવ કરવો પડશે. લોકોની વચ્ચે આ રીતે અપમાન કરાતા સંગીતા પરેશાન થઈ ગઈ હતી. જેને પગલે મંદિરથી ઘરે આવીને તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

મૃતક સંગીતાના માતા પિતાએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા તેમની દિકરીને પરેશાન કરતા અને લોકોની વચ્ચે જાહેરમાં અપમાનિત કરવાને કારણે તેણે પોતાનો જીવ આપી દીધો. બેગ્લોર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડ્રાય ડે/છત્તીસગઢ, આસામ અને ઉત્તરાખંડ સરકારનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસને લઈને મોટો નિર્ણય, 22 જાન્યુઆરી દિવસને ‘ડ્રાય ડે’ જાહેર કર્યો

આ પણ વાંચો:Indigo Airlines/મુંબઈથી ગુવાહાટી ઇન્ડિગો ફલાઈટ આ કારણોસર ઢાકામાં લેન્ડ કરવી પડી, ફલાઇટમાં સવાર નેતાએ પોસ્ટ શેર કરી

આ પણ વાંચો:Made in India/26મી જાન્યુઆરીએ આ સ્વદેશી શસ્ત્રોનું આકર્ષણ જોવા મળશે