Not Set/ પ્રદૂષણથી લડી રહેલા ઉત્તર ભારતને મંત્રીજીની ચોંકાવનારી સલાહ

ઉત્તરપ્રદેશનાં એક મંત્રીએ પ્રદૂષણની સમસ્યાનું એક અનોખું સમાધાન સૂચવ્યું છે. મંત્રીનું માનવું છે કે ભગવાન ઇન્દ્ર યજ્ઞથી જ પ્રસન્ન થશે, જેનાથી વરસાદ થશે અને પ્રદૂષણ ઘટશે. એટલું જ નહીં મંત્રીશ્રીએ કહ્યું કે પરાળી બાળવાથી બહુ ઓછું પ્રદૂષણ જોવા મળે છે. તેમણે કહ્યું કે પરાળી બાળવી એ કુદરતી પ્રક્રિયા છે અને તેનાથી આ હદ સુધીનું પ્રદૂષણ […]

Top Stories India

ઉત્તરપ્રદેશનાં એક મંત્રીએ પ્રદૂષણની સમસ્યાનું એક અનોખું સમાધાન સૂચવ્યું છે. મંત્રીનું માનવું છે કે ભગવાન ઇન્દ્ર યજ્ઞથી જ પ્રસન્ન થશે, જેનાથી વરસાદ થશે અને પ્રદૂષણ ઘટશે. એટલું જ નહીં મંત્રીશ્રીએ કહ્યું કે પરાળી બાળવાથી બહુ ઓછું પ્રદૂષણ જોવા મળે છે. તેમણે કહ્યું કે પરાળી બાળવી એ કુદરતી પ્રક્રિયા છે અને તેનાથી આ હદ સુધીનું પ્રદૂષણ થતુ નથી. ઉત્તર પ્રદેશના મંત્રી સુનીલ ભરલાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દિલ્હી, પશ્ચિમ અને ઉત્તર પ્રદેશનાં મધ્ય ભાગો સૌથી ખરાબ હવાની ગુણવત્તા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. મોટાભાગનાં સ્થળોએ, વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) નું સ્તર ‘ખૂબ નબળું’ અથવા ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગયું છે.

સુનીલ ભરલા શ્રમ કલ્યાણ બોર્ડનાં અધ્યક્ષ છે અને તેમને રાજ્ય મંત્રીનો દરજ્જો મળેલ છે. મંત્રી ભરલાએ કહ્યું, ‘ખેડૂતોએ હંમેશાં પરાળી સળગાવવાનું કામ કર્યું છે અને કુદરતી પ્રક્રિયાની વારંવાર ટીકા કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.’ ભરાલાએ સૂચવ્યું કે ભગવાન ઇન્દ્રની પ્રાર્થનાથી પ્રદૂષણનો સામનો કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું, ‘સરકારે ભગવાન ઇન્દ્ર (વરસાદનાં દેવ) ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવો જોઈએ, તે પરંપરાગત રીતે કરવામાં આવતુ રહ્યુ છે. ભગવાન ઇન્દ્ર ચીજોને યોગ્ય બનાવી દેશે. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે ખેડુtતો શેરડી અને અન્ય પાકની ખેતી કરે છે ત્યારે આવો કચરો સર્જાય છે અને તેને બાળી નાખવા બદલ તેમની ટીકા કરવી તે ખેડૂતો પર હુમલો છે.

નોંધપાત્ર બાબત એ છે કે, પરાળીને બાળી નાખવું એ પ્રદૂષણ પાછળનાં એક મુખ્ય પરિબળ તરીકે માનવામાં આવે છે. તાજેતરનાં સમયમાં પંજાબમાં પરાળી સળગાવવાનાં 22 હજારથી વધુ અને હરિયાણામાં 4,200 કેસ નોંધાયા છે. હજી સુધી, દિલ્હી-એનસીઆર સિવાય, ઉત્તર પ્રદેશનાં ઘણા મોટા શહેરોની હવા અત્યંત ઝેરી બની ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) ભયજનક સ્તરે પહોંચી ગયો છે. મોટાભાગનાં સ્થળોએ, વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) નું સ્તર ‘ખૂબ નબળું’ અથવા ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.