Bangalore/ પતિ બાળકને મળે એ સહન થતું ન હતું, મહિલાના રૂમમાંથી મળેલો પત્ર

બેંગલોરની મહિલા સીઈઓ સુચના શેઠે હોટેલના જે રૂમમાં પોતાના ચાર વર્ષના દિકરાની હત્યા કરી હતી ત્યાંથી પોલીસને ટીશ્યુ પેપરના ટુકડા મળ્યા છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 12T110622.222 પતિ બાળકને મળે એ સહન થતું ન હતું, મહિલાના રૂમમાંથી મળેલો પત્ર

@નિકુંજ પટેલ

બેંગલોરની મહિલા સીઈઓ સુચના શેઠે હોટેલના જે રૂમમાં પોતાના ચાર વર્ષના દિકરાની હત્યા કરી હતી ત્યાંથી પોલીસને ટીશ્યુ પેપરના ટુકડા મળ્યા છે. જેમાં અંગ્રેજીમાં પાંચ વાક્યની એક નોટ લખી છે. પોલીસના જણાવ્યા મુજબ નોટમાં લખ્યું છે કે કોર્ટે મારા પતિને દિકરાને મળવાની અનુમતિ આપી છે, જેને હું સહન કરી શકતી નથી.

પોલીસનું કહેવું છે કે નોટ લખવા માટે આઈલાઈનર અથવા કાજલ પેન્સિલનો ઉપયોગ કરાયો છે. સુચનાએ ઉતાવળમાં ઓ નોટ લખી હોવાનું જણાય છે. અને કોઈ કારણથી તેને ફાડી નાંખી હતી. પોલીસે ફાટેલા ટુકડાઓ જોડીને તેમાં લખેલા મેસેજ વાંચ્યા હતા.
ગોવા પોલીસનું કહેવું છે કે આ નોટથી સુચનાની માનસિક હાલતનો અંદાજ આવે છે.કે તે પુત્રની કસ્ટડીને લઈને પરેશાન હતી. પોલીસે હોટેલના રૂમમાંથી ચાકૂ, રૂમાલ, તકિયો અને એક લાલ બેગ પણ જપ્ત કરી છે. પોલીસનું માનવું છે કે આ ચીજો ઘટનાની તપાસમાં ઘણી મદદરૂપ થશે.

ગોવા પોલીસ તપાસ માટે 12 જાન્યુઆરીના રોજ ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કરશે. એક સીનીયર અધિકારીનું કહેવું છે કે પોલીસ સુચના શેઠને તે દિકરાને લઈને જ્યાં રોકાઈ હતી તે એપાર્ટમેન્ટમાં લઈ જશે.
સુચના તેના પતિથી અલગ રહેતી હતી.બન્નેના છુટાચેડાની કાર્યવાહી ચાલી રહી હતી. બાળકનો કબજો સુચના પાસે હતો અને કોર્ટે સુચનાના પતિ વેંકટ રમનને દર રવિવારે બાળકને મળવાની અનુમતિ આપી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુચનાએ 6 જાન્યુઆરીના રોજ પોતાના પતિને મેસેજ કર્યો હતો કે તે દિકરાને મળી શકે છે. પરંતુ 7 જાન્યુઆરીએ રમન પુત્રમને મળવા ગયો ત્યારે મા-દિકરો બેંગ્લોરમાં નથી એમ જાણવા મળ્યું હતું. ત્યારબાદ એ જ દિવસે વેંકટ રમન ઈન્ડોનેશિયા જવા રવાના થઈ ગયો હતો.

જોકે આ સમગ્ર બનાવમાં સુચના દિકરાનો મૃતદેહ લઈને જે ટેક્સીમાં જઈ રહી હતી ત્ના ડ્રાઈવરની સમયસુચકતાને કારણે સુચના ઝડપાઈ ગઈ હતી અને આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.


આ પણ વાંચો:EasyMyTrip’s statement/‘દેશ અમારા માટે નફા કરતાં વધુ છે’, ઇઝીમાયટ્રીપ ફરીથી માલદીવ પર મોટી વાત કહે છે

આ પણ વાંચો:Ayodhya Ram Temple/જ્યારે વિપક્ષે આમંત્રણ નકારી કાઢ્યું ત્યારે ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યું, લખ્યું- આ સનાતન વિરોધીઓ

આ પણ વાંચો:air india flight/એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલાએ શાકાહારી ખોરાક માંગ્યો, પીરસ્યા ચિકનના ટુકડા