Ahemdabad crime branch/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, વોન્ટેડ આરોપીની કરાઈ ધરપકડ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2023થી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરના ગુનાનો આરોપી વોન્ટેડ હતો, જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat

@Vishal Mehta

Ahmedabad News :અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2023થી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરના ગુનાનો આરોપી વોન્ટેડ હતો, જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે આજીવન સજા ભોગવી રહ્યો હતો.. આરોપી આસીફ ઉર્ફે કાણો મહંમદઅલી ખાન પઠાણ પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. જે નારોલ સર્કલ પાસેથી ઝડપાયો હતો. આરોપી આસીફ અમદાવાદના અગાઉ પણ દાણીલીમડા, મિલ્લતનગર, વટવા કેસમાં પોલીસ મથકના ગુનામાં પણ નાસતો ફરતો હતો.

વર્ષ 2010માં દાણીલીમડામાં લૂંટ વિથ મર્ડર કેસમાં આજીવન સજા થઈ હતી. વર્ષ 2022માં આરોપી પેરોલ પર બહાર આવ્યો હતો. ત્યારે મિલ્લતનગરમાં લૂંટ કરી હતી. ફરીવાર 11 જુલાઈ, 2023ના રોજ પેરોલ પર છૂટ્યો હતો ત્યારથી જેલ ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ કરતા તેને કબૂલ્યુ કે વટવામાં મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ નારોલ વિસ્તારમાં લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

આ પણ વાંચો:Green wood-Black Business/બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન