Not Set/ ઝોમેટોએ તેની એપમાંથી 150 રેસ્ટોરન્ટ હટાવી,જાણો કારણ

મુંબઇ, તમારા ઘરે કે ઓફિસમાં આવીને ફુડ ડીલીવરી માટે પ્લેટફોર્મ પુરૂ પાડતી ઓનલાઇન એપ ઝોમેટોના લીસ્ટમાંથી અનેક રેસ્ટોરન્ટ દુર થઇ ગઇ છે.ત્રણ મહિના પહેલાં ઝોમેટો એપમાં અનેક રેસ્ટોરન્ટ જોવા મળતી હતી પરંતું હવે એપ પર ઓછા ફુટ આઉટલેટ જોવા મળે છે. ઝોમેટો એપમાંથી રેસ્ટોરન્ટ્સની કેમ બાદબાકી થઇ તેના કારણો સામે આવ્યા છે.ઝોમેટોની ઓનલાઈન રેસ્ટોરાં ગાઈડે […]

Top Stories India
0 8 ઝોમેટોએ તેની એપમાંથી 150 રેસ્ટોરન્ટ હટાવી,જાણો કારણ

મુંબઇ,

તમારા ઘરે કે ઓફિસમાં આવીને ફુડ ડીલીવરી માટે પ્લેટફોર્મ પુરૂ પાડતી ઓનલાઇન એપ ઝોમેટોના લીસ્ટમાંથી અનેક રેસ્ટોરન્ટ દુર થઇ ગઇ છે.ત્રણ મહિના પહેલાં ઝોમેટો એપમાં અનેક રેસ્ટોરન્ટ જોવા મળતી હતી પરંતું હવે એપ પર ઓછા ફુટ આઉટલેટ જોવા મળે છે.

ઝોમેટો એપમાંથી રેસ્ટોરન્ટ્સની કેમ બાદબાકી થઇ તેના કારણો સામે આવ્યા છે.ઝોમેટોની ઓનલાઈન રેસ્ટોરાં ગાઈડે ફેબ્રુઆરી મહિનામાં દેશના 150 જેટલા શહેરોમાં 5000 જેટલી રેસ્ટોરાંને પોતાના લિસ્ટમાંથી દૂર કરી હતી. તેનું કારણ એ છે કે આ રેસ્ટોરાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ના હાઈજિનના ધારાધોરણો પર ખરી ઉતરતી નહોતી.

ઝોમેટોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ની સાથે મળીને તેમના પ્લેટફોર્મ પર જેટલી પણ રેસ્ટોરાં લિસ્ટેડ હોય તેમનું ઑડિટ કર્યું હતું. આ ઓડિટ બાદ એવું સામે આવ્યું હતું કે અનેક રેસ્ટોરન્ટ આરોગ્યપ્રદ ફુડ માટે જે ધારાધોરણ હોવા જોઇએ તે જાળવતી નહોતી.

FSSAIએ 150 જેટલા શહેરોમાં ઓડિટ કર્યા બાદ 5000 રેસ્ટોરાંને લિસ્ટમાંથી હટાવી દેવાઈ હતી.કંપનીના જણાવ્યા મુજબ, FSSAIના નિર્ધારિત ધારાધોરણોને મળતી ન હોય તેવી 5000 જેટલી રેસ્ટોરાંને તેમણે લિસ્ટમાંથી હટાવી છે. કંપનીના CEO મોહિત ગુપ્તાએ જણાવ્યું કે અમે દરરોજ અમારા લિસ્ટમાં 400 જેટલી રેસ્ટોરાં ઉમેરીએ છીએ. આથી અમારા માટે જરૂરી છે કે અમારા રેસ્ટોરાં પાર્ટનર ફૂડ અને હાઈજિન સ્ટાન્ડર્ડને જાળવતા હોય.