Not Set/ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થયેલ જુગારની રેડના અનુસંધાને DGP દ્વારા ખાડીયા પોલીસ સ્ટેશનના PI ને કરાયા સસ્પેન્ડ

અમદાવાદ, ગત તા- ૦૪/૦૧/૨૦૧૯ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયપુરની હજીરાની પોળ ખાતે ચાલી રહેલ એક જુગારધામ ઉપર રેઇડ કરવામાં આવેલી અને તેમાં કુલ ૩ લાખથી પણ વધુની રોકડ રકમ સાથે મોટી સંખ્યામાં જુગાર રમી રહેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આવા મોટા જુગારધામ પકડાવાની બાબતેને ડી.જી.પી. શિવાનંદ […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 142 સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થયેલ જુગારની રેડના અનુસંધાને DGP દ્વારા ખાડીયા પોલીસ સ્ટેશનના PI ને કરાયા સસ્પેન્ડ

અમદાવાદ,

ગત તા- ૦૪/૦૧/૨૦૧૯ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયપુરની હજીરાની પોળ ખાતે ચાલી રહેલ એક જુગારધામ ઉપર રેઇડ કરવામાં આવેલી અને તેમાં કુલ ૩ લાખથી પણ વધુની રોકડ રકમ સાથે મોટી સંખ્યામાં જુગાર રમી રહેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી.

આવા મોટા જુગારધામ પકડાવાની બાબતેને ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા ગંભીર ગણવામાં આવેલ છે. આવી પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહેલ સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવેલ હોય, ખાડીયા પોલીસ સ્ટેશનના પી.આઇ. એન. એન. પારગીને ડી.જી.પી. દ્વારા તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ પકડશે નહીં તેવી જવાબદારી લેવાતી, તો શું પોલીસની મિલીભગતથી ચાલતું આ જુગારધામ?( લોકોના આક્ષેપો) વધુ વિગત માટે ક્લિક કરો

મહત્વનું છે કે, જુગાર રમવા આવનાર દરેક જુગારીઓને અહીંયા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી અને પોલીસ પકડે નહીં તે માટેની જવાબદારી પણ લેવામાં આવતી હતી. ખાસ કરીને હજીરા પોળમાં પોલીસથી બચવા માટે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા