સુરત/ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં રમતાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત

સુરતના સચિન વિસ્તારમાં શ્રમજીવી પરિવારના બે બાળકો મૃત હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા

Gujarat Surat
બાળકોના મોત
  • સુરતમાં બે બાળકોના ટ્રેનની અડફેટે મોત
  • સચિન વિસ્તારની કમકમાટીભરી ઘટના
  • બે બાળકો ઘર પાસે રમવા ગયા હતા
  • રમતા રમતા રેલવે ટ્રેક પર જતાં રહ્યાં હતાં

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સચિન વિસ્તારમાં શ્રમજીવી પરિવારના બે બાળકો મૃત હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. જોકે બનેના મોતનું કારણ હજી સ્પષ્ટ સામે આવ્યું નથી બની મિત્રો આસપાસના દેખાતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જે દરમિયાન મનેલી લાશ મળી આવતા લાશને પરિવારે ઓળખી કાઢી હતી હાલ બંનેના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ માલુમ પડશે.

સુરતના સચિન વિસ્તારમાં બે સગીર મિત્રો ની.લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.સચિન વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક રહેતા પરિવારના બે બાળકો લોકેશ યાદવ અને પ્રિન્સ શર્મા બને ધોરણ 8માં અભ્યાસ કરે છે.બને મિત્રો રમતા રમતા રેલવે ટ્રેક બાજુ ગયા હતા.જોકે આ બને મિત્રો રાત સુધી પરત ના આવતા પરિવારે બને ની.શોધખોળ શરૂ કરી હતી.

જોકે તેમ છતાં બન્ને મળ્યા ના હતા આજે પરિવારે પોલીસ.મથકે.જાણ કરી હતી.તે દરમ્યાન આરપીએફ ને રેલવે ટ્રેક પરથી બે લાશ મળી આવી હતી.જે વાત ની જાણ પરિવાર ને કરવામાં આવતા પરિવાર ને.ઓળખ માટે બોલાવ્યો હતો.આ બને લાશ લોકેશ અને પ્રિન્સ ની હોવાનું પરીવારે જણાવ્યું હતું.

શરીર પર ખૂબ ગંભીર ઇજાના નિશાનો જોતા પ્રાથમિક એવું લાગી રહ્યું હતું કે બને મિત્રો રમતા રમતા રેલવે ટ્રેક પર ગયા હશે અને ટ્રેનની અડફેટે આવી ગયા હશે.બને મિત્રો ના મોત થતા બંને પરિવારો શોક માં ગરકાઉ થઈ ગયા હતા.હાલ સમગ્ર મામલે બને ની લાશ ને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ બાદ સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં રમતાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ