આરોગ્ય વિભાગની બેદરકારી/ સગર્ભા માતા અને બાળકોને આપવાની રસી મુકવાની પેટી રઝળતી મળી

થાનગઢના નવાગામ સીએચસીમાં આવતા અમરાપર ગામે સગર્ભા માતા અને બાળકોને આપવાની રસી મુકવાનું બોક્ષ અવાવરૂ જગ્યએ રઝળતુ મળ્યુ હતુ. આથી આમ કરનાર સામે કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે

Gujarat
7 12 સગર્ભા માતા અને બાળકોને આપવાની રસી મુકવાની પેટી રઝળતી મળી

થાનગઢના નવાગામ સીએચસીમાં આવતા અમરાપર ગામે સગર્ભા માતા અને બાળકોને આપવાની રસી મુકવાનું બોક્ષ અવાવરૂ જગ્યએ રઝળતુ મળ્યુ હતુ.આથી આમ કરનાર સામે કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે.

આઅંગે આરોગ્યઅધિકારીએ તપાસ કરવાનું જણાવ્યુ હતુ, થાન તાલુકાનુ નવાગામ ખાતે સીએચસીમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ આરોગ્ય કર્મચારી સગર્ભા માતા અને બાળકો ને રસી કરણ માટે દરેક ગામડામા દેવાની જતા હોય છે.ત્યારે આ નવાગામ સીએચસીમાં આવતા અમરાપર ગામના પાટીયા પાસે એક બોક્ષ ઉતારી દેવાયેલી હાલતમાં મળી આવ્યુ હતુ.

આ અંગે કિસનભાઇ ડાભીએ જણાવ્યુકે અમો નવાગામથી અમરાપર તરફ જતા હતા.ત્યારે એક આરોગ્યકર્મી ચાર પેટી લઇ જતો જણાયો હતો.જે પૈકી એક અમરાપર ગામે આ અવાવરુ જગયાએ પેટી મુકી જતા રહ્યા હતા. જ્યાં કોઇ અવર જવર ન હતી કે કોઇ સ્ટાફ હાજર જણાયુ ન હતુ.

જો આ રસીમા કોઇ બદમાસી કરે તો આના ડોઝ લેનારનુ શુ થાય સરકાર કર્મચારી વેતન જવાબદારી નુ આપે છે. આ પેટીને ચિલ્ડ કોલ્ડ ટેપરેચરમા રાખવાનુ હોય છે, આમ આ જગયાએ કેટલો સમય પેટી પડી રહી હશે જો આગરમીમા પેટીનુ કોલ્ડ ટેપરેચર ઓછુ થાય રસી બગડી જાય તો આનુ પરિણામશુ આવે નુકશાની લોકોને શુ થાય તેઆરોગય ખાતુ જ જવાબ આપી સકે આતો આરોગ્ય ખાતુ આરોગ્ય સાથે બીન જવાબદારી છતી થઇ છે.આ અંગે આરોગ્ય અઘીકારી ડો.સુનીલકુમાર ઉપાધ્યાયએ જણાવ્યુ કે આ ગંભીર બાબત છે આની તપાસ કરાવીશુ. થાનના અમરાપર ગામે સગર્ભા માતા અને બાળકને આપવાની રસી મુકવાનુ બોક્ષ અવાવરૂ જગ્યાએ બીનવારસી મળ્યુ હતુ