Not Set/ સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

@સંજય મહંત , સુરત સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પડ્યા સુરત શહેરમાં દિવસેને દિવસે મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. લોકો રસ્તા ઉપજ જતા હોય તે સમયે કેટલાક ઇસમો બાઇક ઉપર આવીને મોબાઇલ સ્નેચ કરી ફરાર થઇ જતા હોય છે. આવા જ બે સ્નેચરને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી […]

Gujarat
IMG 20210706 162259 સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

@સંજય મહંત , સુરત

સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પડ્યા

સુરત શહેરમાં દિવસેને દિવસે મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. લોકો રસ્તા ઉપજ જતા હોય તે સમયે કેટલાક ઇસમો બાઇક ઉપર આવીને મોબાઇલ સ્નેચ કરી ફરાર થઇ જતા હોય છે. આવા જ બે સ્નેચરને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

ક્રાઇમ સિટીનું હુલામણું નામ મેળવવા તરફ સુરત શહેર અગ્રેસર જઇ રહ્યું છે. જેનું કારમ સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો નોંધાઇ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્નેચરોનો ત્રાસ વધી રહ્યો છે. અને તેઓ પોલીસને પડકાર આપતા હોય તે રીતે લોકોના હાથમાંથી મોબાઇલ સ્નેચ કરી ફરાર થઇ જતાં હોય છે. છેલ્લા કેટલાંય સમયથી આવતી ફરિયાદોને કારણે પોલીસ પણ ત્રસ્ત હતી. ત્યારે આવા આરોપીને સોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ મહેનત કરવામાં આવી અને આખરે આ મહેનત રંગ લાવી. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે બન્ને આરોપીઓને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં આવવાના હોવાથી ત્યાં વોચ ગોઠવી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

IMG 20210706 162246 સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

આરોપીના નામ

અઝરૂદ્દિન ઉર્ફે બાણુ અઝહર કાલિયો નસરૂદ્દીન શેખ

મોહસીન ખાન ઉર્ફે સલમાન હકીમખાન પઠાણ

સુરત શહેરમાં આ બંને આરોપીઓ અઝરૂદ્દીન અને મોહસીન મોબાઇલ સ્નેચિંગમાં આતંક મચાવતા હતા. તેઓ સુરતના વિવિધ વિસ્તારોમાંથી મોબાઇલ સ્નેચ કરી પોલીસને જાણે પડકાર ફેંકતા હોય તેમ સ્નેચિંગ કરતા હતા. આ બનેની ધરપકડ બાદ પોલીસે તેમના પાસેથી 66 જેટલા મોબાઇલ કબ્જે લીધા આ ઉપરાંત 3,53,500નો મુ્દ્દામાલ ઝઃડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે એમની ધરપકડ ક્યા બાદ એમની પૂછતાછ શરૂ કરતાં તેમણે વિવિધ વિસ્તારોના 10 જેટલા ગુનાઓ કરેલાની પણ કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઇલ સ્નેચિંગમાં વધુ ગુનાઓ શોધી કાઢવા માટે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.