Health Fact/ શરીર પર સોંય ભોંકીને ઈલાજ કરવામાં આવે છે આ બીમારીઓમાં

એક્યુપ્રેશર વિશે તો આપ સૌ જાણતા જ હશો, પરંતુ એક્યુપંક્ચર વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે..

Health & Fitness Lifestyle
AccU શરીર પર સોંય ભોંકીને ઈલાજ કરવામાં આવે છે આ બીમારીઓમાં

એક્યુપ્રેશર વિશે તો આપ સૌ જાણતા જ હશો, પરંતુ એક્યુપંક્ચર વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે.. તો ચાલો જાણીએ એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર બંનેમાં શું તફાવત છે?

જાણો શું છે એક્યુપંક્ચર?
એક્યુ એ ચીની ભાષાનો શબ્દ છે, જેનો અર્થ છે પોઈન્ટ.. આપણા શરીરમાં કુલ 365 એનર્જી પોઈન્ટ હોય છે.
આ પોઈન્ટ પર નાનું પંક્ચર કરીને ઈલાજ કરવામાં આવે છે.
એક્યુપંક્ચરને મડિકલ સાયન્ય ગણવામાં આવે છે, એટલું જ નહીં WHO એ પણ એક્યુપંક્ચરને પ્રભાવશીલ ગણાવ્યું છે.
પરંતુ તેની મદદથી ઈલાજ કરવા માટે તેનું લાયસન્સ હોવું જરૂરી છે.

જાણો શું છે એક્યુપ્રેશર?
જ્યાં એક્યુ ચીની ભાષાનો શબ્દ છે, ત્યાં જ પ્રેશરનો અર્થ થાય છે દબાવ..
એક્યુપ્રેશરમાં અંગૂઠા અને આંગળીઓની મદદથી શરીરના ખાસ પોઈન્ટ દબાવવામાં આવે છે.
આમ કરવાથી નર્વ કે નસોની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.
સામાન્ય રીતે 5-7 સેશન્સમાં તેનો અસર જોવા મળે છે અને 15થી 50 સિટિંગ્સમાં આરામ મળે છે.

એક્યુપંક્ચર કેવી રીતે કામ કરે છે?
એક્યુપંક્ચરમાં શરીરના ખાસ પોઈન્ટ્સને બારીક સોય લગાવીને ઈલાજ કરવામાં આવે છે.
એક સેશન સામાન્ય રીતે 40થી 60 મિનિટનો હોય છે.
એક વખતમાં 15-20 પોઈન્ટ્સને પંક્ચર કરવામાં આવે છે.
નિષ્ણાંત અને સારા ડૉક્ટરો તેનો ઈલાજ કરતા પહેલા EMI (ઈલેક્ટ્રો મેરિડિયન ઈમેજિંગ) ટેસ્ટ કરાવે છે, જેમાં એનર્જી લેવલ અને પોઈન્ટ્સના ટેસ્ટ થાય છે.

Acupuncture for Sinusitis - Robina 7 Day Doctors and Acupuncture Bulk Bill

આટલી સમસ્યાઓમાં અકરકારક છે એક્યુપંક્ચર..
– માઈગ્રેન
– ટેન્શનના કારણે થતો માથાનો દુખાવો
– એન્ક્ઝાઈટી
– સાયનસ
– અસ્થમા
– બ્રૉન્કાઈટિસ
– શરદી
– ચહેરાનો લકવો
– ટૉન્સિલ
– આંખની બીમારી
– સર્વાઈકલ સ્પૉન્ડિલાઈટિસ
– આર્થરાઈટિસ
– શરીર દુખવું
– ગૅસ
– એસીડિટી
– ઈનફર્ટિલિટી
– મહિલાઓની સમસ્યાઓ

AccU 1 શરીર પર સોંય ભોંકીને ઈલાજ કરવામાં આવે છે આ બીમારીઓમાં

Tips:-
– આપણા શરીરમાં કુલ 365 પૉઈન્ટ્સ છે, જે ઘણાં અસરકારક છે.
– માટીમાં રોજ 15 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી લોહીનું ભ્રમણ વધે છે.
– અઠવાડિયે 2 વખત 15 મિનિટ માથામાં મસાજ કરવાથી ડિપ્રેશનથીરાહત મળે છે.
– કાનમાં ઈટર લૉબથી 5 મિનિટ માલિશ કરવાથી યાદશક્તિ વધે છે.
– રોજ જીભને બ્રશ કે આંગળીથી રગડો. ત્યાં હાર્ટ, કિડની વગેરેના પૉઈન્ટ્સ હોય છે.
– રોજ 5 મિનિટ તાળીઓ વગાડો, હાથના એક્યુપ્રેશર પૉઈન્ટ્સ દબાવાથી તંદુરસ્તી વધે છે.