Not Set/ ગરમીમાં સનબર્નથી પરેશાન થાવો છો તો આજે જ અજમાવો આ ટીપ્સ

નવી દિલ્લી ગરમીના દરેક લોકોનો મોટો પ્રશ્ન હોય છે એ છે સનબર્ન. ઉનાળાની ઋતુ તેની સાથે ઘણી બધી રજાઓ લઈને આવે છે. માત્ર  રજા જ નહિ પણ તેની આકરો  તડકો પણ લઈને આવે છે. આ તડકાના લીધે તમારી ત્વચા શુષ્ક, કાળી પડી જવી, ખંજોળ આવવી અને લાલ ચામઠા પડી જવા જેવી સમસ્યાઓ ઉદભવે છે. સનબર્નથી […]

Lifestyle
Home remedies for sunburn face ગરમીમાં સનબર્નથી પરેશાન થાવો છો તો આજે જ અજમાવો આ ટીપ્સ

નવી દિલ્લી

ગરમીના દરેક લોકોનો મોટો પ્રશ્ન હોય છે એ છે સનબર્ન. ઉનાળાની ઋતુ તેની સાથે ઘણી બધી રજાઓ લઈને આવે છે. માત્ર  રજા જ નહિ પણ તેની આકરો  તડકો પણ લઈને આવે છે. આ તડકાના લીધે તમારી ત્વચા શુષ્ક, કાળી પડી જવી, ખંજોળ આવવી અને લાલ ચામઠા પડી જવા જેવી સમસ્યાઓ ઉદભવે છે. સનબર્નથી તમારી ત્વચાને નુકશાન થાય છે. સનબર્ન પાછળનું સૌથી મોટું કારણ છે સૂર્યના પારજાંબલી વિકિરણો. આ વિકિરણો ત્વચામાં પ્રવેશ કરે છે અને સનબર્નને સંબંધિત સમસ્યાઓ ઉદભવે છે.

ઠંડા પાણીથી ન્હાવો

જો તમે સનબર્નની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો દિવસમાં ઓછામાં ઓછુ બે વખત ઠંડા પાણીથી ન્હાવાનું રાખો.

જો તમને તડકાથી ખંજોળ કે લાલ ચામઠા થઇ ગયા હોય તો તેની પર ભીનો ટુવાલ કરીને રાખી મુકવાથી રાહત મળશે. સ્નાન કર્યા બાદ મોશ્ચ્રાઈઝર અવશ્ય લગાવો જેનાથી તમરી ત્વચાની કોમળતા બની રહેશે.

મોશ્ચ્રાઈઝર

જો શક્ય હોય તો ઉનાળામાં તમારી સ્કીન પર મોશ્ચ્રાઈઝર લગાવો. એલોવેરા અને ખીરાનું પ્રમાણ જે મોશ્ચ્રારાઇઝરમાં હોય તે વાપરો. મોશ્ચ્રારાઇઝર તમારી ત્વચાને સુકી થતી અટકાવે છે અને ઠંડક પણ આપે છે. તમારી ત્વચાને કોમળ બનાવવામાં પણ ખુબ મદદરૂપ છે.

પુષ્કળ પાણી પીવો

ઉનાળામાં જેમ બને તેમ વધુ પાણી પીવો. તડકાને લીધે શરીરમાં પાણી ઓછુ થઇ જાય છે આથી ડીહાઈડ્રેશન થઇ જાય છે. શક્ય હોય તો દિવસ દરમ્યાન ઓછામાં ઓછુ ૭-૮ ગ્લાસ પાણી પીવાનું રાખો.

તડકામાં બહાર નીકળવાનું ટાળો

ગરમીમાં બપોરે બહાર જવાનું ટાળો. બપોરના સમયે ખુબ જ આકરો તાપ હોય છે જેના લીધે સનબર્ન થવાનો ખતરો વધી જાય છે. આથી ઉનાળામાં સાંજે નીકળવાનું જ પસંદ કરવું જોઈએ અને જો તાત્કાલિક કઈ કામ હોય તો મોઢા પર દુપ્પટો બાંધી કે છત્રી લઈને નીકળવું જોઈએ.

કોટનના કપડા પહેરો

સૌથી વધારે પરસેવો ઉનાળા દરમ્યાન થાય છે આથી જો આખો દિવસ તમે પરસેવાવાળા કપડામાં રહેશો તો તમને નહિ ગમે આથી પરસેવો શોષી લે તેવા કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ગરમીમાં કોટનના કપડા જ પહેરવા જોઈએ. કાળો રંગ ગરમીને શોષવાનો ગુણધર્મ ધરાવે છે આથી કાળા અને ઘાટા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત ગરમીમાં ખુલતા કપડા પહેરવા જોઈએ. સફેદ રંગના કપડા પહેરવાથી તમને ગરમી ઓછી લાગશે.