Not Set/ બ્રેકફાસ્ટમાં ન પાડો બ્રેક, સ્વાસ્થ્ય માટે જરૂરી સવારનો નાસ્તો 

અમદાવાદ, શહેરની ભાગદોડવાળી જિંદગીમાં લોકોનું બિમાર પડવાનું સૌથી મોટું કારણ સવારનો નાસ્તો બરાબર ન કરવો. તબીબોના કહેવા પ્રમાણે જો વ્યક્તિ સવારનો નાસ્તો બરાબર કરે તો તે અનેક બિમારીઓથી બચી શકે છે. વાસ્તવમાં સવારનો નાસ્તો કાતભરના ઉપવાસને તોડે છે અને શરીરને દિવસભર કાર્ય કરવાની ક્ષમતા અને ઊર્જા પ્રદાન કરે છે. તબીબોના કહેવા પ્રમાણે કામકાજી લોકો માટે […]

Health & Fitness Lifestyle
ppl 5 બ્રેકફાસ્ટમાં ન પાડો બ્રેક, સ્વાસ્થ્ય માટે જરૂરી સવારનો નાસ્તો 
અમદાવાદ,
શહેરની ભાગદોડવાળી જિંદગીમાં લોકોનું બિમાર પડવાનું સૌથી મોટું કારણ સવારનો નાસ્તો બરાબર ન કરવો. તબીબોના કહેવા પ્રમાણે જો વ્યક્તિ સવારનો નાસ્તો બરાબર કરે તો તે અનેક બિમારીઓથી બચી શકે છે.

વાસ્તવમાં સવારનો નાસ્તો કાતભરના ઉપવાસને તોડે છે અને શરીરને દિવસભર કાર્ય કરવાની ક્ષમતા અને ઊર્જા પ્રદાન કરે છે. તબીબોના કહેવા પ્રમાણે કામકાજી લોકો માટે એ ખૂબ જરૂરી છે કે ઓફીસ જતાં પહેલા તેઓ નાસ્તો કરે જેથી દિવસભર કામ કરવા માટે તેમને ઉચિત ઊર્જા મળે. સવારનો નાસ્તો ન કરવાથી શરીરમાં ચરબીની માત્રા વધતી જાય છે કેમકે શરીરનો મૌલિક મેટાબોલિક દર તથા ઊર્જા ખૂબ ઓછી થઈ જાય છે. જો સવારે તમે સુસ્તી કે આળસનો અનુભવ કરો છો તો સંભવ છે કે દિવસભર તમારી કેલેર બળવાની માત્રા ઘણી ઓછી હશે.

જે લોકો પોતાને ફિટ રાખવાની કે સ્લીમ-ટ્રીમ દર્શાવવા માટે સવારનો નાસ્તો નથી કરતા વાસ્તવમા તેમની આ આદત તેમના પર વિપરીત અસર કરે છે. તેનાથી સ્થૂળતા વધે છે અને અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે.