Not Set/ ભાજપ-શિવસેના વચ્ચે ફરી ઈલુ-ઈલુના એંધાણ

શીવસેના સાથે મતભેદ છે – મનભેદ નથી તેવા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના વિધાન અને શીવસેના ભાજપ વચ્ચે આમીરખાન – કિરણ જેવા સંબંધો હતા અને છે તેવા સંજય રાઉતેની કોમેન્ટ પરથી નવા સમીકરણના એંધાણ

India Trending
modi thakre ભાજપ-શિવસેના વચ્ચે ફરી ઈલુ-ઈલુના એંધાણ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

એકબાજુથી મહારાષ્ટ્રમાં સોમવારે મળેલી વિધાનસભાની બેઠક દરમિયાન હોબાળો થયો. અધ્યક્ષ સાથે ગેરવર્તન કરવાના આરોપ સબબ ભાજપના ૧૨ ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા. બીજી બાજુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ વિપક્ષું નેતાપદ સંભાળી રહેલ દેવેન્દ્ર ફડનવીસે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને શીવસેના વચ્ચે ફરી ગઠબંધન અંગે જે અટકળો ચાલે છે તે અંગે ફડનવીસે કહ્યું કે યોગ્ય સમયે જે કાંઈ યોગ્ય લાગશે તે મોવડીમંડળ કરશે. શીવસેના સાથે અમારે દુશ્મનાવટ છે જ નહિ. શિવસેના સાથે અમારે મતભેદ હશે પરંતુ મનભેદ નથી. બીજી બાજુ ભાજપ સામે અને મોદી સરકાર સામે પ્રહારો કરવાની એક પણ તક ન છોડનારઅને શાબ્દિક અને લેખિત પ્રહારો કરવામાં જેની માસ્ટરી છે તે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું કે અમારે શીવસેના અને ભાજપ વચ્ચે ભારત-પાકિસ્તાન જેવા સંબંધો નથી આમિરખાન અને કિરણ જેવા સંબંધો છે. (અમે છૂટા પડ્યા છીએ પણ સાથે જ છીએ તેવો આનો અર્થ થાય કારણ કે આમીરખાન અને કીરણ જે દિવસે ડાઈવોર્સની જાહેરાત થઈ તે દિવસે સાથે જ શૂટિંગ કરતા હતા અને બન્નેએ પોતાના સંતાનોના કો-પેરન્ટ તરીકે રહેવાનું નક્કી કર્યું છે. મતલબ કે પોતાના બાળકોને માતાપિતા તરીકે પ્રેમ આપશે તો સામાજિક કામગીરીમાં પણ બન્નેએ સાથે જ રહેવાનું નક્કી કર્યું છે.

himmat thhakar ભાજપ-શિવસેના વચ્ચે ફરી ઈલુ-ઈલુના એંધાણ

બન્ને મહાનુભાવોના અને તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર ભાજપમાં મોટું કદ ધરાવતા દેવેન્દ્ર ફડનવીસના ‘સેના’ પ્રત્યેના આવા નરમાશભર્યા વલણના કારણે હવે બન્ને પક્ષો વચ્ચે કશુંક રંધાઈ રહ્યું છે તે નક્કી છે. દેવેન્દ્ર ફડનવીસ કેન્દ્રના પ્રધાનમંડળમાં જાેડાય કે ન જાેડાય તે તેનો પ્રશ્ન છે પરંતુ બંને પક્ષો વચ્ચે સમાન સૂર નીકળવા લાગ્યા છે તે વાતની નોંધ લેવી જ પડે તેમ છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે દિલ્હી ગયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને ત્યારબાદ જે અટકળો ચાલે છે તે યથાવત છે. પ્રારંભમાં એક મુખ્યપ્રધાનની વડાપ્રધાન સાથેની ઔપચારિક મુલાકાત છે તેવી વાતો થઈ હતી. પરંતુ ધીમે ધીમે એ ભાજપ-સેના ફરી એક સાથે આવી રહ્યા હોવાના કે બન્ને વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યું હોવાના સ્પષ્ટ સંકેતો મળવાના શરૂ થઈ ગયા હતાં.

anil deshmukh ભાજપ-શિવસેના વચ્ચે ફરી ઈલુ-ઈલુના એંધાણ

આના ઘણા કારણો છે. જ્યારથી સચીન વાજે પ્રકરણ સર્જાયુ અને તત્કાલીન ગૃહમંત્રી અનીલ દેશમુખને રાજીનામું આપવું પડ્યું ત્યારથી મહારાષ્ટ્ર અઘાડીનો સંઘ ગમે ત્યારે અટકવાનો જ છે તેવી અટકળો શરૂ થઈ હતી. અધુરામાં પુરૂ હોય તેમ હવે એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હવે ઈડીના સકંજામાં ઘેરાય તેવા સંજાેગો ઉભા થયા છે. આ સંજાેગો વચ્ચે હવે ગમે ત્યારે ગમે તે બનવાની વાત હતી. આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પટોળેકરે પણ આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે લડી લેશે તેવી જાહેરાત કરી હતી.

Mamata Banerjee will contest from Bhowanipore as tmc mla

બીજી બાજુ શરદ પવારે જાણીતા ચૂંટણી રણનીતિકાર અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ત્રીજીવાર સત્તાસ્થાને બેસાડવામાં જેમની રણનીતિ કામ કરી ગઈ હતીતે પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચેની મુલાકાત અને ત્યારબાદ શરદ પવારના દિલ્હી સ્થિત નિવાસે રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ આઠ વિપક્ષોના ૧૪ નેતાઓની બેઠક અને ત્રીજા મોરચાની હવા વચ્ચે પ્રશાંત કિશોરની સ્પષ્ટતા કે કોંગ્રેસને સાથે રાખ્યા વગર ભાજપને હરાવી શકાય નહિ. જાે કે આ બેઠક માટે કોંગ્રેસના કપીલ સિબ્બલ સહિતના નેતાઓને આમંત્રણ અપાયું હતું છતાં તેઓ હાજર ન રહ્યા. શીવસેનાના કોઈ નેતાને આમંત્રણ નહોતું અપાયું. મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે દેશમાં વિપક્ષી એકતા માટે પ્રયાસ કરનારા ઉધ્ધવ ઠાકરે હતાં છતાં શિવસેનાના કોઈ નેતાને આમંત્રણ ન અપાયું ત્યારે જ એના વિપક્ષથી અલગ પડી રહી હોવાના સંકેત મળ્યા હતાં.

shivsena ભાજપ-શિવસેના વચ્ચે ફરી ઈલુ-ઈલુના એંધાણ

જાે કે અત્યારે કઈ ફોર્મ્યુલા ચાલે છે તેની વિગતો સત્તાવાર રીતે જાહેર થઈ નથી. પહેલા તો ભાજપે મમતા બેનરજીને ચૂંટણીમાં હરાવ્યા બાદ ઉધ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવવાની ભાજપે યોજના ઘડી હતી. પરંતુ મમતા દીદી અને તેમના પક્ષની ભવ્ય જીત થતાં ભાજપે રણનીતિ બદલી અને શીવસેનાની સામે રહેવાને બદલે તને સાથે લેવાનો નિર્ણય કર્યો હતો. શીવસેના હિંદુત્વની વિચારધારાને માનનારો પક્ષ છે. ભાજપે તેની સાથે ગઠબંધન કરી ભૂતકાળમાં બે ટર્મ સત્તા ચલાવી છે તે પણ વાસ્તવિકતા છે.

 

આ સંજાેગો વચ્ચે અત્યારે જે નવા સમીકરણો સર્જાઈ રહ્યા છે તે પ્રમાણે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. અત્યારે જેમ એન.સી.પી. ના નાયબ મુખ્યમંત્રી છે તેવી રીતે ભાજપના બે આગેવાનોને નાયબ મુખ્યમંત્રીપદ અપાશે તેમજ સ્થાનિક ચૂંટણીમાં બન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે તેવી વાત છે. આમ મહારાષ્ટ્રમાં હવે બિહારવાળી થશે. બિહારમાં જેમ આર.જે.ડી. અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન કરી સરકાર રચ્યા બાદ નીતિશકુમારે અઢી વર્ષના ગાળામાં ભાજપ સાથે જાેડાણ કરી સરકાર રચી હતી, એટલું જ નહિ પણ ૨૦૨૦ની ચૂંટણીમાં કદ પ્રમાણે વેતરાઈ ગયા પછી પણ નીતિશકુમારે ભાજપ સાથે ભાગીદારી ચાલુ રાખીને પોતાની સત્તા ટકાવી રાખી છે. મહારાષ્ટ્રમાં બિહારવાળી થિયરી જ અમલી બનશે અને બિહારમાં તેજસ્વી યાદવ (રાજદ)ને નવી યુતિ માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા તેવી જ રીતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એન.સી.પી.ને જવાબદાર ગણી મહારાષ્ટ્ર અઘાડીનો અંત લવાશે તેવું હાલના તબક્કે લાગે છે. બાકી તો સમય જ કહેશે.