મુંબઈઃ સીબીઆઈએ આજે સમીર વાનખેડેની બીજા દિવસની CBI-Wankhede પૂછપરછ પૂરી કરી છે. પૂછપરછ બાદ સીબીઆઈએ સમીર વાનખેડેનું નિવેદન પણ નોંધ્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસના સંબંધમાં મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને રવિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જે બાદ સમીર વાનખેડે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા અને 5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. સીબીઆઈએ સમીર વાનખેડેની બે દિવસમાં 10 કલાક પૂછપરછ કરી છે. આ સાથે જ CBI આવતીકાલે સમીરને કોર્ટમાં રજૂ કરી શકે છે.
સીબીઆઈએ અનેક સવાલો કર્યા
આ પૂછપરછ દરમિયાન CBIએ આર્યન કેસ સાથે જોડાયેલા CBI-Wankhede સવાલો પૂછ્યા હતા. આ સિવાય સીબીઆઈએ સમીરને આ કેસની તપાસ દરમિયાન બેદરકારી સાથે જોડાયેલા સવાલો પૂછ્યા છે. સીબીઆઈ અધિકારીઓએ વાનખેડેની કથિત બેનામી સંપત્તિ, 6 વિદેશ યાત્રાઓ, શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની વસૂલાતના કથિત પ્રયાસને લગતા પ્રશ્નો પણ પૂછ્યા છે.
નિવેદન નોંધ્યા બાદ સત્યમેવ જયતે – વાનખેડે
બીજી તરફ સમીર વાનખેડેએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે તેમણે CBI-Wankhede તપાસ અધિકારીઓના દરેક સવાલોના જવાબ આપ્યા છે. તેમને સીબીઆઈ પર પૂરો વિશ્વાસ છે. વાનખેડેએ કહ્યું કે CBI અધિકારીઓએ ખૂબ જ વ્યાવસાયિક રીતે તેમનું નિવેદન નોંધ્યું. છેલ્લા દોઢ વર્ષથી તેના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો પરંતુ હવે ન્યાય મળશે તેવી આશા છે. સમીરે વધુમાં કહ્યું હતું કે આ કેસ અંગે તેને જે પણ કહેવું છે તે તે કોર્ટને જ કહેશે. નિવેદન નોંધ્યા બાદ સમીર વાનખેડેએ કહ્યું, સત્યમેવ જયતે. આવતીકાલે એટલે કે સોમવાર, 22 મેના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સમીર વાનખેડે પણ હાજર રહેશે.
આ પણ વાંચોઃ એસીબી-લાંચ/ અધિકારીએ ઓફિસની કબાટને જ બનાવ્યું લોકરઃ લાંચના કરોડો રૂપિયા મળ્યા
આ પણ વાંચોઃ Modi-PapuaNewGini/ મોદીનું પાપુઆ-ન્યુગિનીના પીએમ જેમ્સ મારાપૈએ પગે લાગીને કર્યુ સ્વાગત
આ પણ વાંચોઃ Karnataka Election-DK Shivkumar/ કર્ણાટક ચૂંટણી જીતીને પણ હું ખુશ નથી એમ કેમ કહ્યું શિવકુમારે

