Not Set/ મનસુખ હિરેન મોત મામલે NIAની મોટી કાર્યવાહી, પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી તે કેસમાં આ ધરપકડ થઈ છે. આ કારના માલિક કહેવાતા મનસુખ હિરેનના મોત બાદ તેમની પત્ની એ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવતા

India

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી તે કેસમાં આ ધરપકડ થઈ છે. આ કારના માલિક કહેવાતા મનસુખ હિરેનના મોત બાદ તેમની પત્ની એ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ તેમની ધરપકડની માગણી થઈ રહી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની ધરપકડ કરી લીધી છે.NIA મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર મળી આવેલી વિસ્ફોટકો ભરેલી કાર મામલે તપાસ કરી રહી NIA ના અધિકારીઓએ 12 કલાકની લાંબી પૂછપરછ બાદ 13 માર્ચ એટલે કે શનિવારે રાતે 11.50 વાગે સચિન વઝેની ધરપકડ કરી હતી.   NIAએ કહ્યું કે સચિન વઝેની આરસી સંખ્યા 01/2021/NIA/MUM હેઠળ આઈપીસીની કલમ 286, 465, 473, 506(2), 120 બી અને 4(a)(b)(I) વિસ્ફોટક પદાર્થ એક્ટ 1908 હેઠળ ધરપકડ કરાઈ છે.

Encounter specialist, high-profile cases: Sachin Vaze, cop arrested in Ambani security scare case | Hindustan Times

ચેતવણી / મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ, એક દિવસનો સૌથી વધુ આંકડો નોંધાતા ફરીથી લોકડાઉન અંગે CM ઉદ્ધવે આપી ચેતવણી

આ ઘટના 25 ફેબ્રુઆરી 2021ના દક્ષિણ મુંબઈની છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી થોડે દૂર એક વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના મામલે NIA તપાસ કરી રહી હતી ,કારમાંથી જિલેટિનની સ્ટિક્સ મળી આવી હતી. આ મામલે પ્રાથમિક તપાસ કરનારાઓમાં સચિન વઝે પણ સામેલ હતા. ત્યારબાદ તેમને કેસમાંથી હટાવવામાં આવ્યા હતા અને આ કેસની તપાસ NIA એ પોતાના હાથમાં લીધી હતી. સચિન વઝે વિરુદ્ધ થાણેના પોલીસ અધિકારી મનસુખ હિરેનની સંદિગ્ધ મોતની પણ તપાસ થઈ રહી હતી. મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી કારના માલિક મનસુખ હિરેન હતા. જેઓ 5 માર્ચના રોજ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

Mansukh Hiran death case: Sachin Vaze files pre-arrest bail plea

કન્ટેનમેન્ટ ઝોન / અમદાવાદીઓ માટે કોરોના બન્યો આફત, 45 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર

વિસ્ફોટકો ભરેલી કારમાંથી ધમકી ભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. હિરેને દાવો કર્યો હતો કે તે કાર તેમની છે પરંતુ ઘટનાના એક અઠવાડિયા પહેલા તે કાર ચોરી થઈ હતી. આ મામલે વળાંક ત્યારે આવ્યો જ્યારે હિરેન 5 માર્ચના રોજ થાણેમાં એક નદી કિનારે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.. હિરેનની પત્નીએ દાવો કર્યો કે તેમના પતિએ એસયુવી ગત વર્ષે નવેમ્બરમાં વઝેને આપી હતી અને તેમણે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આ કાર પાછી આપી હતી. જો કે વઝેએ આ વાતનો ઈન્કાર કર્યો હતો.. સૂત્રોના જણાવ્યાં મુજબ વિમલા હિરેન તરફથી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યા બાદ સચિવ વઝે પોતે જ એટીએસ પાસે પહોંચ્યા હતા. એટીએસએ તેમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. અત્રે જણાવવાનું કે હિરેનના મોતના કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસ કરી રહી છે.

Mumbai cop Sachin Vaze arrested for bomb found outside Ambani house: NIA | Hindustan Times

કોરોના રસીકરણ / BSP ચીફ માયાવતીએ મુકાવી રસી, કહ્યું ગરીબોને મફત રસીકરણની વ્યવસ્થા કરે સરકાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…