જુનાગઢ/ દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો

બે વર્ષના બાળકને દીપડાએ મોઢામાં દબોચી ઉઠાવી જવા પ્રયાસ કર્યો પરંતુ માતા-પિતાએ દીપડા સામે બાથ ભીડી બચાવી લીધો.

Gujarat Others
દીપડો
  • જૂનાગઢઃ ગિરનારમાં દીપડો બન્યા માનવ ભક્ષી
  • 7 દિવસમાં બાળકો પર દીપડાના હુમલાની ત્રીજી ઘટના
  • વન વિભાગની બેદરકારીથી વધુ એક બાળક પર દીપડાનો હુમલો
  • દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

જૂનાગઢના ગિરનારમાં દીપડો માનવ ભક્ષી બન્યો છે. અહીં બે વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા સાત દિવસમાં બાળકો પર હુમલાની આ ત્રીજી ઘટના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગની બેદરકારીના કારણે વધુ બે બાળકો પર દિપડાએ હુમલો કર્યો છે. બે વર્ષના બાળક પર માનવ ભક્ષી દિપડાએ હુમલો કરતા વન વિભાગની કામગીરી પર લોકોના સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઘરના ફળિયામાં રમતા બાળક પર દિપડો દિવાલ કુદી આવ્યો અને બાળકને ઢસડીને લઈ ગયો હતો. જો કે માતા પિતાએ દિપડા સામે પડકાર કરી બાળકને દિપડાના મો માથી છોડાવ્યો હતો. બાળકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

હાલ તો વન વિભાગની બેદરકારી સામે લોકોમાં રોષ છે, કારણ કે, છેલ્લા સાત દિવસમાં દીપડાના હુમલાનો આ ત્રીજો બનાવ નોધાયો છે, 19 રોજ ભેંસાણના ખાખરા હડમતીયા ગામે દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું, જયારે પરિક્રમા દરમિયાન તા.૨૪ ના રોજ સવારે બોરદેવી પાસે દીપડાએ 11 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. અચાનક ગીરનારના દીપડાના બાળકો ઉપર વધી રહેલા હુમલાથી ફફડાટ ફેલાયો છે. જેને કાબુમાં લેવા વન વિભાગે એક્શન લેવા પડશે અન્યથા આવનારા દિવસોમાં દીપડા શહેરના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી જશે.



આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ચણા, ધાણા સહિતના પાકને ભારે નુકશાન

આ પણ વાંચો:કેમ ગુજરાતમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી બે ડઝન લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું