Amreli News/ અમરેલી : યુરિયા સાથે અન્ય ખાતર આપવાના મામલામાં ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ રદ્દ કરાયું

ફરિયાદ મળતા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ મોકૂફ કરવામાં આવ્યું હતું

Gujarat

Amreli News : અમરેલીમાં યુરિયા સાથે અન્ય ખાતર આપવાનો મામલો ગરમાયો છે. આ અંગે સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વિરોધ થયો હતો. જેમાં થોડા દિવસ અગાઉ યુરિયા સાથે અન્ય ખાતર આપવામાં આવતું હતું. જેને લઈને સિમરરણ ગામના ખેડૂતે ખેતીવાડીના.નિયામકને ફરિયાદ કરી હતી. જેમાં ખેડૂત ભરત ચોડવડિયાએ અધિકારીને રૂબરૂ બોલાવીને ફરિયાદ કરી હતી.

આમ ફરિયાદ મળતા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ મોકૂફ કરવામાં આવ્યું હતું.લાઇસન્સ મોકુફ હોવા છતાં સંઘના વિક્રેતા દ્રારા ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. આમ કાયદાનો ભંગ કરાતા ખેડૂત દ્વારા ફરી ના. ખેતી નિયામકને ફરિયાદ કરવામાં આવી હતી. ફરીથી ફરિયાદ મળતા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સંઘમાં રહેલ ખાતરનો સ્ટોક 30 દિવસમાં નિકાલ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UPI સંબંધિત મોટા ફેરફારો : ૧ ઓગસ્ટથી મર્યાદા લાગુ થશે, કડક નિયમો સાથે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશે

આ પણ વાંચો:UPI વપરાશકર્તાઓ સાવધાન! 1 ઓગસ્ટથી લાગુ થશે લીમીટ, કડક નિયમો સાથે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશે

આ પણ વાંચો:સરકાર ₹2,000 થી વધુના UPI વ્યવહારો પર GST વસૂલવાનું વિચારી રહી નથી